મલાઈકા આઉટિંગ પર નીકળી, સ્ટાઈલિશ લુકમાં છવાઈ ગઈ | મુંબઈ સમાચાર

મલાઈકા આઉટિંગ પર નીકળી, સ્ટાઈલિશ લુકમાં છવાઈ ગઈ

ત્રીજી ઓગસ્ટના દુનિયાભરમાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવી રહ્યો છે. બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરાએ આ દિવસ તેના પુત્ર અરહાન ખાન સાથે ઉજવ્યો. બંને લંચ ડેટ પર ગયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

મલાઈકા અરોરા ફ્રેન્ડશીપ ડે પર પોતાના દીકરા અરહાન ખાન સાથે લંચ કરવા માટે એક કેફે પર પહોંચી હતી. આ દરમિયાન બંને સ્ટાઇલિશ દેખાતા હતા. આ આઉટિંગ માટે મલાઈકાએ સફેદ રંગનો લુક પસંદ કર્યો હતો. તેણે ડીપ નેક લાંબો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે પરી જેવી સુંદર દેખાતી હતી.

આ પણ વાંચો: મલાઈકા અરોરા આ કોની સાથે ડિનર ડેટ પર પહોંચી? લૂક જોશો તો…

મલાઈકા ખુલ્લા વાંકડિયા વાળ, ડાર્ક શેડની લિપસ્ટિક, હાઈ હિલ્સ અને ડિઝાઇનર બેગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીના દીકરાએ બ્લુ જીન્સ સાથે ગુલાબી રંગનું શર્ટ પહેર્યું હતું. આ લુકમાં અરહાન પણ ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો.

કેફેમાંથી બહાર નીકળ્યા પછી મલાઈકા અને અરહાને પાપારાઝીને સાથે મળીને ઘણા પોઝ આપ્યા. આ તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ તસવીરોમાં મલાઈકાના હાથમાં ગુલાબ પણ જોવા મળી રહ્યું છે. આ જોઈને લાગે છે કે અરહાને ફ્રેન્ડશીપ ડે પર તેની માતાને ખૂબ જ વિશેષ ટ્રીટમેન્ટ આપી છે.

આ પણ વાંચો: ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાએ મલેશિયામાં ‘ફિટનેસની ઐસીતૈસી’ કેમ કરી?

તમને જણાવી દઈએ કે અરહાન અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર છે. જોકે, આ કપલ ઘણા વર્ષો પહેલા છૂટાછેડા લઈને અલગ થઈ ગયું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button