Good News: નથી થયું Malaika Arora And Arjun Kapoorનું Breakup, આ ખાસ વ્યક્તિએ કરી સ્પષ્ટતા…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) ભલે ફિલ્મોથી દૂર રહેતી હોય પરંતુ તેમ છતાં તે દર થોડા સમયે કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી જ હોય છે. આજે પણ આ એક્ટ્રેસ બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) સાથેના સંબંધોના કારણે ચર્ચામાં આવી હતી. એવી ચર્ચા ચાલી રહી હતી અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધોનો અંત આવ્યો છે અને તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.
પરંતુ મલાઈકાએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ બધું બકવાસ છે અને અર્જુન કપૂર અને તેની વચ્ચે કોઈ દરાર નથી પડી. પાંચ વર્ષના આ સંબંધમાં હજી પણ બંને સાથે છે…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મલાઈકા અરોરાની એક્સ મેનેજરે આ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ બ્રેકઅપના સમાચાર બકવાસ છે. આ બધા સમાચાર ખોટા છે અને બંને જણ હજી પણ સાથે છે. આ બ્રેકઅપના સમાચારમાં જરા પણ સચ્ચાઈ નથી અને તે અફવા છે.
આ પણ વાંચો: Malaika Aroraએ Mystery Man સાથે માણી ઓટો રાઈડની મજા, નેટિઝન્સે પૂછ્યો આવો સવાલ…
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર (Malaika Arora And Arjun Kapoor) એકબીજાને ડેટ કરી રહ્યા છે એને પણ પાંચ વર્ષનો સમય થઈ હયો છે. જોકે, કેટલાક સમયથી બંને જણ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી વાતો સાંભળવા મળી રહી છે. મલાઈકાની એક્સ મેનેજરે આ બાબતે રિએક્શન આપ્યું છે. જોકે, મલાઈકા કે અર્જુને આ ગોસિપ પર ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું.
2018થી બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને 2019માં તેમણે પોતાના આ સંબંધને પબ્લિક કરી દીધો હતો. આજે IANSની રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મલાઈકા અને અર્જુનના રસ્તા અલગ થઈ ગયા છે અને બંને જણે ખૂબ જ શાંતિથી આ સંબંધનો અંત આણ્યો છે.
જોકે, બંને જણ વાતચીત કરી રહ્યા છે અને આગળ પણ બંનેની દોસ્તી જારી રહેશે. 2022માં પણ આ કપલની છુટા પડી જવાની અફવા ઉડી હતી પરંતુ એ સમયે પણ અર્જુને મલાઈકા સાથેનો ફોટો પોસ્ટ કરીને આ અફવાઓનો અંત લાવી દીધો હતો.