52 વર્ષની મહિમા ચૌધરીએ પોતાનાથી 10 વર્ષ મોટા અભિનેતા સાથે કરી લીધા લગ્ન, વીડિયો થયો વાઈરલ…

હેડિંગ વાંચીને બે સેકન્ડ માટે તો તમે પણ ચકાઈ ગયા ને? 90ના દાયકાની સુંદર અભિનેત્રી મહિમા ચૌધરી અને એક્ટર સંજય મિશ્રાએ લગ્ન કરી લીધા હોય એવી ચર્ચા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયો બાદ શરૂ થઈ હતી.
આ વીડિયોમાં મહિમા અને સંજય બંને વધુ-વરના લૂકમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે ફેન્સને મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. આટલું ઓછું હોય તેમ આ વીડિયોમાં મહિમા પેપ્ઝને એવું કહેતી સાંભળવા મળે છે કે તમે લગ્નમાં તો ના આવ્યા, પણ હવે મિઠાઈ ખાઈને જ જજો… ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી…
આપણ વાંચો: Good News: હવે આ સુંદર અભિનેત્રીના ઘરે પારણું બંધાશે
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં 62 વર્ષીય સંજય મિશ્રા અને 52 વર્ષની મહિમા ચૌધરીએ લગ્ન કરી લીધા છે એવું દેખાઈ રહ્યું છે. યુઝર્સ ગૂગલ પર મહિમા અને સંજય વિશે સર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ સમયે બંનેએ વર-વધુ જેવા કપડાં પણ પહેર્યા છે અને પેપ્ઝને પોઝ આપી રહ્યા છે. આ વીડિયોમાં મહિમા પેપ્ઝને એવું કહી રહી છે ભલે તમે લગ્નમાં ના આવી શક્યા હોવ પણ હવે મિઠાઈ તો ખાઈને જ જજો. આ જોઈને ફેન્સ ગૂંચવણમાં પડી ગયા છે.
તમે પણ તમારા મગરના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે હકીકતમાં સંજય મિશ્રા અને મહિમા ચૌધરીએ લગ્ન કર્યા નથી. આ તો તેમની આગામી ફિલ્મના પ્રમોશનનું એક ગતકડું હતું. બંને જણ એક ફિલ્મમાં પતિ-પત્નીના રોલમાં જોવા મળશે. માનવું પડે ભાઈસાબ, મહિમા અને સંજયે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે જોરદાર બુદ્ધિ દોડાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિમા અને સંજય બંને દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન માટે જાત જાતના ગતકડાંઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહિમા અને સંજય મિશ્રાની આ આઈડિયા ખૂબ જ કમાલની સાબિતી થઈ હતી. જોકે, આ ફિલ્મ થિયેટરમાં ક્યારે રીલિઝ થશે એ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી મળી શકી નથી.



