પહેલાં ડિવોર્સની જાહેરાત, હવે પતિ જય સાથેનો ફોટો શેર કરીને પોસ્ટ, માહી-જય વચ્ચે આ ચાલી શું રહ્યું છે?

હેડિંગ વાંચીને ચોક્કસ જ તમે પણ ગૂંચવાઈ ગયા હશો. હજી ગઈકાલે જ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા અને ક્યુટ કપલ માહી વિજ અને જય ભાનુશાલીએ ડિવોર્સની જાહેરાત કરી અને હવે માહી વિજે પતિ જય સાથેનો ફોટો શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. કપલ વચ્ચે એક્ઝેક્ટલી ચાલી શું કહ્યું છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…
ટીવીની ફેમસ જોડી જય ભાનુશાલી અને માહી વિજે 14 વર્ષના લગ્નજીવન બાદ ડિવોર્સની એનાઉન્સમેન્ટ કરી હતી. ફેન્સ માટે તેમના ફેવરેટ કપલનું આ રીતે છુટા પડવું એ શોકિંગ હતું.
આપણ વાચો: ડિવોર્સની અફવાઓ વચ્ચે જય ભાનુશાલીએ માહી વિજ માટે શેર કરી પોસ્ટ, કહ્યું તું કમાલ…
બંને જણે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ શેર કરીને પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. ફેન્સ એવો દાવો કર્યો હતો કે માહીએ પોતાની ક્રિપ્ટિક પોસ્ટથી જય પર તંજ કસ્યો છે. જોકે, માહીએ આ દાવા પર મૌન તોડીને પલટવાર કર્યો છે.
વાત જાણે એમ છે કે માહીએ જય સાથેની એક સેલ્ફી શેર કરી હતી અને આ ફોટોમાં બંને જણે માસ્ક પહેર્યો છે. જય અને માહી પીસની સાઈન બનાવી રહ્યા છે. માહીએ આ સ્ટોરીની કેપ્શનમાં લખ્યું હતું કે હા, આ અમે છીએ. લાઈક્સ અને કમેન્ટ્સ માટે મીડિયા કોઈ પણ હદ સુધી નીચે જઈ શકે છે. મારી સ્ટોરીઝ જય માટે નથી.

આપણ વાચો: જાણીતા ગુજરાતી અભિનેતાએ 15 વર્ષ પછી લીધા છૂટાછેડા, જાણો કારણ?
માહીએ પોતાની સ્ટોરીમાં પેપ્ઝ પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે ચાલો લોકેને પ્રાઈવેટ અને વાંધાજનક ફોટો અને વીડિયો સિવાય પોસ્ટ કરવા માટે કંઈક તો પોસ્ટ કરવા મળી રહ્યું છે. કેટલા ખરાબ દિવસો આવી ગયા છે કે તેઓ વીડિયો પણ નાખી દે છે. તમે પણ માહીની આ સ્ટોરી ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો.

રવિવારે માહી અને જયે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે આજે અમે જિંદગી નામની આ સફરમાં અલગ પડવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. પરંતુ અમે આ પછી પણ એકબીજાનો સાથ આપતાં રહીશું. અહીંયા તમારી જાણ માટે માહી અને જયે 2010માં એક પ્રાઈવેટ વેડિંગ કર્યા હતા. કપલને બે બાળકો છે કે જેમના નામ રાજવીર અને ખુશી છે. 2019માં આઈવીએફની મદદથી દીકરી તારાને જન્મ આપ્યો હતો.



