
પૌરાણિક એનિમેટેડ એક્શન ડ્રામા ફિલ્મ જેનું દિગ્દર્શન અશ્વિન કુમારે કર્યું છે તે ‘મહાવતાર નરસિમ્હા’ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને કુલ પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. 25મી જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે 2.29 કરોડનો વેપાર કરી લીધો છે. આ ફિલ્મને હિંદી ભાષાના દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. આ ‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે. ‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મે પહેલા દિવસે જ 1.51 કરોડની કમાણી હતી.
‘મહાવતાર નરસિમ્હા’ની પહેલા દિવસે બોક્સ ઓફિસ કમાણી
‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મે હિંદી ભાષામાં 1.51 કરોડ રૂપિયા, તેલુગુ ભાષામાં 38 લાખ રૂપિયા, કન્નડ ભાષામાં 7 લાખ રૂપિયા, મલયાલમ ભાષામાં 3 લાખ રૂપિયા અને તમિલ ભાષામાં 2 લાખ રૂપિયાની કમાણી કરી છે. ‘કાંતારા’, ‘કેજીએફ’ અને ‘સલાર’ જેવી હિટ ફિલ્મો બનાવી તે હોમ્બલે ફિલ્મ્સ દ્વારા ‘મહાવતાર નરસિમ્હા’ આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ સપ્તાહના અંતે સારું કલેક્શન કરે તેવી અપેક્ષા છે.

એનિમેટેડ ફિલ્મને એક્સ પર પણ સારો પ્રતિસાદ મળ્યો
આ ફિલ્મ ભગવાન વિષ્ણુના મહાવતાર નરસિંહ પર બનાવવામાં આવી છે. વિષ્ણુના નરસિંહે રાક્ષસ રાજા હિરણ્યકશ્યપના અત્યાચારોનો અંત લાવવા અને તેમના ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે દેખાયા હતા. પ્રાચીન ભારતીય શાસ્ત્રો પર આધારિત આ ફિલ્મને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યાં છે. એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ને એક્સ પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો તેના એનિમેશનને કારણે ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ભગવાન વિષ્ણુના દસ અવતારો પર ફિલ્મ બનાવામાં આવશે
આ ‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મનો સ્ક્રીનપ્લે જયપૂર્ણા દાસ અને રૂદ્ર પ્રતાપ ઘોષે લખ્યા છે. તેને દર્શકો ખૂબ જ પ્રેમ આપી રહ્યાં છે. ફિલ્મની કહાણી સાથે સાથે સંગીતને પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. હોમ્બલે ફિલ્મ્સ અને ક્લેમ પ્રોડક્શન્સે આ એનિમેટેડ ફ્રેન્ચાઇઝની શરૂઆત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભગવાન વિષ્ણુના દસ અવતારો પર ફિલ્મ બનાવામાં આવશે. આની શરૂઆત ‘મહાવતાર નરસિમ્હા’ થી શરૂઆત કરવામાં આવી છે.