મનોરંજન

હવે બોલીવૂડનો આ સુપરસ્ટાર પહોંચ્યો મહાકુંભમાં ડૂબકી લગાવવા, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર પણ બાકીના સેલિબ્રિટીઓની જેમ જ પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલાં મહાકુંભ પહોંચ્યો છે અને તેણે સંગમમાં ડૂબકી લગાવી છે. સોશિયલ મીડિયા સંગમમાં અક્ષય કુમારનો ડૂબકી લગાવતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અક્કીએ સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વખાણ પણ કર્યા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અક્ષય કુમારે સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ યુપીના સીએમ યોગીના વખાણ કરતાં જણાવ્યું હતું કે ખૂબ જ મજા આવી અને ખૂબ જ સુંદર વ્યવસ્થા પણ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથનો ખૂબ ખૂબ આભાર આટલી સુંદર વ્યવસ્થા કરવા માટે.

અક્કીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે મને આજે પણ યાદ છે 2019માં જ્યારે હું કુંભમાં આવ્યો હતો ત્યારે લોકો નાની નાની પોટલીઓ લઈને આવતા હતા, પરંતુ આ વખતે મોટા મોટા લોકો અહીં આવી રહ્યા એછ. અદાણી, અંબાણી જેના ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. મોટા મોટા એક્ટર આવી રહ્યા છે. અહીં આવનારાઓની તમામ સુવિધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને હું બધાનો હાથ જોડીને આભાર માનું છું.

આ પણ વાંચો : Amitabh Bachchan, Salman Khan નહીં આ છે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી…

આ સમયે અક્ષય કુમારે સિમ્પલ વ્હાઈ કલરનો કૂર્તો-પાયજામો પહેર્યો હતો, જ્યારે અક્કી ડૂબકી લગાવવા જઈ રહ્યો હતો એ સમયે તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અહીંયા તમારી જાણ માટે કે અક્ષય કુમાર પહેલાં તમન્ના ભાટિયા, અનુપમ ખેર, વિક્કી કૌશલ, નીના ગુપ્તા, હેમા માલિની સહિતના અનેય દિગ્ગજ કલાકારો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ સ્કાય ફોર્સમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વીર પહાડિયા, સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અક્કીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં કેસરી ચેપ્ટર-ટુ, જોલી એલએલબી-3, હાઉસફૂલ-5, ભૂત બંગના અને વેલકમ ટુ જંગલ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button