મિસીઝ દેશપાંડેથી માધુરી દિક્ષીતની ધમાકેદાર વાપસી, પણ એ પહેલાં જોઈ લો આ સીરિઝ, જોઈને માથું ચકરાઈ જશે…

ધકધક ગર્લ, કરોડો દિલની મલ્લિકા માધુરી દિક્ષી લાંબા સમય બાદ એક ધાસ્સુ થ્રિલર સીરિઝ સાથે પાછી આવી રહી છે. આ ધાસ્સુ સીરિઝમાં તે એક સીરિયલ કિલરનો રોલ નિભાવી રહી છે જે પોલીસને એક એવા કોપીકેટ મર્ડરરને પકડવામાં મદદ કરશે તે એની પેટર્નની કોપી કરીને મર્ડર કરે છે. આ નવી ક્રાઈમ થ્રિલર સીરિઝ એટલે મિસીઝ દેશપાંડે. ફ્રેન્ચ મિનીસીરિઝ લા માંટેનું અડેપ્ટેશન છે. આ સીરિઝમાં માધુરીની સાથે સાથે પ્રિયાંશુ ચેટ્ટર્જી, દીક્ષા જુનેજા અને સિદ્ધાર્થ ચાંદેકર પણ જોવા મળશે.
વાત કરીએ સીરિજ મિસીઝ દેશપાંડીને તો આ એક સાઈકોલોજિકલ થ્રિલર છે, જેમાં માધુરી દિક્ષીત લીડ રોલમાં છે. 19મી ડિસેમ્બર, 2025ના રીલિઝ થઈ રહી છે. જો તમે પણ આવી જ સીરિઝ જોવાનું પસંદ કરો છો તો અમે તમને કેટલીક એવી સીરિઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે મિસીઝ દેશપાંડે સીરિઝ પહેલાં ચોક્કસ જોવી જોઈએ. ચાલો જોઈએ કઈ છે આ સીરિઝ…
અસૂરઃ
આ લિસ્ટમાં સૌથી પહેલાં આવે છે સીરિઝ અસૂર. આ સીરિઝની અત્યાર સુધીમાં બે સિઝન આવી ચૂકી છે અને તેની ત્રીજી સીઝન રીલિઝ થવા જઈ રહી છે. આ સીરિઝમાં અરશદ વારસી, બરુણ સોબતી, અનુપ્રિયા ગોયનકા, રિદ્ધિ ડોગરા અને શારિબ હાશ્મી જોવા મળશે. જે પૌરાણિક કથા અને એક સીરિયલ કિલરની ગૂંચવાયેલા વિચારોમાં ફસાઈ જાય છે.
માસૂમઃ
માસૂમ એક ઈન્ડિયન સાઈકોલોજિકલ થ્રિલર સીરિઝ છે, જેને ગુરમીત સિંહે બનાવી છે. આ સીરિઝ સોફી પેટજલના 2018માં આવેલી આઈરિશ ડ્રામા સીરિઝ બ્લડ પર આધારિત છે. આ સીરિઝમાં બોમન ઈરાની, સમારા તિજોરી, ઉપાસના સિંહ, મંજરી ફડણીસ, સારિકા સિંહ, વીર રાજવંત સિંહ અને મનુ ઋષિ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
દિલ્હી ક્રાઈમઃ
દિલ્હી ક્રાઈમ સીરિઝની અત્યાર સુધીમાં ત્રણ સીરિઝ આવી ચૂકી છે. આ સીરિઝની લેટેસ્ટ સિઝન 3 આ જ વર્ષે રીસિઝ થઈ હતી. સીરિઝમાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીનો રોલ શેફાલી શાહે કર્યો છે. શેફાલી શાહની ટીમ દિલ્હીમાં થયેલાં કેટલાક ગંભીર ગુનાઓની તપાસ કરે છે અને ત્રીજી સિઝનમાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક પર ફોકસ કરવામાં આવ્યું છે.
રૂદ્રઃ
વર્ષ 2022માં આવેલી રૂદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ ભારતીય સાઈકોલોજિકલ ક્રાઈમ થ્રિલર છે. આ એક બ્રિટીશ સીરિઝ લુથરની રીમેક છે. રાજેશ માપુસ્કર દ્વારા નિર્દેશિત આ સીરિઝમાં અજય દેવગણ, રાશિ ખન્ના અને ઈશા દેઓલે મુખ્ય ભૂમિતા ભજવી છે. આ સીરિઝને મોટાભાગે પોઝિટીવ રિવ્યૂ મળ્યા હતા.
મિથ્યાઃ
મિથ્યા એ એક સાઈકોલોજિકલ થ્રિલર ડ્રામા વેબ સીરિઝ છે. રોહન સિપ્પીના ડિરેક્શન હેઠળ બનેલી આ સીરિઝ 2019માં આવેલી વેબ સીરિઝ ચીટ પર આધારિત છે. આ સીરિઝમાં હુમા કુરૈશી, અવંતિકા દાસાણી, પરમબ્રતા ચેટ્ટર્જી, રજિત કપૂર, સમીર સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અવંતિકા દાસાણીએ આ સીરિઝમાં એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું.



