Maa Film review: કાજોલનો દમદાર અભિનય, પણ હૉરર ફિલ્મમાં હૉરર ઓછું

મુંજ્યા, પરી, છોરી જેવી હૉરર ફિલ્મો થોડા સમયમાં આવી છે. આ જ જૉનરની એક ઔર ફિલ્મ મા આજે રિલિઝ થઈ છે. થિયેટરમાં પહેલેથી સિતારે ઝમીન પર અને કુબેરા છે અને મા સાથે પ્રભાસની ફિલ્મ કન્નપા પણ રિલિઝ થઈ છે.
આ સાથે વંદના પાઠકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ગુજરાતી ફિલ્મ જલેબી રૉક્સ પણ થિયેટરોમાં રિલિઝ થઈ છે. આ બધા વચ્ચે કાજોલની ફિલ્મ કેવો દેખાવ કરી શકશે તે ખબર નથી, પણ આપણે ફિલ્મ કેવી છે તે જાણીએ
આપણ વાંચો: Aap Jaisa Koi Trailer Review: ફરી ફેમિનિઝમના ડૉઝ સાથે એન્ટરટેઈનર આવી રહી છે.
શું છે સ્ટોરી
ફિલ્મ હૉરર સસ્પેન્સ છે એટલે અમે સ્પોઈલર તો નહીં જ બનીએ, પણ ફિલ્મમાં ટાઈટલ પ્રમાણે કાજોલ અંબિકા નામની મિડલ એજ્ડ મહિલાની ભૂમિકામાં છે. આ ફિલ્મ માઈથોલોજીકલ હૉરર ફિલ્મ છે. એક હેપ્પી ફેમિલી ધરાવતી કાજોલ પતિ અને દીકરી સાથે રહે છે. પતિના પિતાનું બંગાળના ચંદ્રપુર નામના કાલ્પનિક ગામમાં નિધન થાય છે.
પહેલા પતિ અને પછી કાજોલ આ ગામમાં જાય છે અને ત્યાં તેને જે અનુભવો થાય છે તેનાં પર આ ફિલ્મ ટકી છે. ગામનો નાતો ભૃણહત્યા સાથે છે અને ફિલ્મ પણ આ કુરિતી પર પ્રકાશ પાડે છે. ફિલ્મમાં સામાન્ય માણસો છે અને પૌરાણિક પાત્રો પણ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો છે અને ધીમા તાપે ખિચડી પકાવવાની કોશિશ ડિરેક્ટર વિશાલ ફુરિયાએ કરી છે.
આપણ વાંચો: Panchayat season 4 review: ફુલેરા ગામની પંચાયતનું શરીર ખરું, પણ આત્મા ખોવાઈ ગયો
ફિલ્મ સેકન્ડ હાફમાં મસ્ત ચાલે છે ત્યાં વળી ક્લાઈમેક્સમાં ગીત નાખી મૂડ ડાયવર્ટ થઈ જાય છે. આ સાથે ફિલ્મ હૉરર ઓછી અને ડ્રામેટિક અને ઈમોશનલ વધારે થઈ જાય છે, આથી રૂંવાટા ઊભા થઈ જાય તેવા સિન્સ તો ઓછા છે.
હૉરર ફિલ્મમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે ટેકનોલોજી. સાઉન્ડ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ. પણ આ ફિલ્મમાં આ બન્ને થોડા નબળા છે, જે ફિલ્મને નબળી બનાવે છે.
આપણ વાંચો: Kuberaa film review: દમદાર પર્ફોમન્સ અને ફ્રેશ સ્ટોરીલાઈન પણ…
કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન
એક્ટિંગની વાત કરીએ તો કાજોલે એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યું છે. એક મા તરીકે તેણે અલગ અલગ શેડ્સ બતાવ્યા છે અને દરેકમાં તે ફરફેક્ટ લાગે છે. કાજોલની દીકરી તરીકે ખેરિન શર્મા પણ સારો દેખાવ કરી શકી છે.

ઈન્દ્રનીલ સેનગુપ્તાએ કાજોલના પતિ શુભાંકરના રોલમાં ધ્યાન ખેંચાય તેવો અભિનય કર્યો છે જ્યારે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે સરપંચ જૉયદેવ તરીકે દેખાયેલા રોનિત રોયે. રોનિતના રોલમાં ટ્વીસ્ટ પણ છે. બાકીના કલાકારો પણ સારો અભિનય આપી શક્યા છે. ફિલ્મનું કાસ્ટિંગ વખાણવા લાયક છે.
છોરી ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર વિશાલ ફુરિયાએ ફરી આ જૉનરમાં એકંદરે સારી ફિલ્મ આપી છે. માઈથોલોજિકલ બેકગ્રાઉન્ડ સાથે એક સારા વિષયને પદડા પર લાવવાની કોશિશ કરી છે. જો વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર વધારે ધ્યાન આપ્યું હોત તો ફિલ્મ ખરેખર હૉરર બની શકી હોત, તેમ છતાં પ્રયાસ સારો છે.
જો તમે કાજોલનાં ફેન હોવ, તો આ ફિલ્મ અચૂક જોજો. આ સાથે તમને કંઈક હટકે જોવાનું મન થાય તો થિયેટરમાં મા ફિલ્મ જોવી એક સારો અનુભવ રહેશે.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3/5