લંડનથી બોલીવુડમાં નસીબ અજમાવવા ભારત આવી યુવતી, તસવીર જોઇને કહેશો અરે! આ તો અસ્સલ કેટરીના!

જ્યારે તમારો ચહેરો કોઇ ફેમસ વ્યક્તિની આબેહૂબ નકલ જેવો હોય તો તે વ્યક્તિની જેમ તમને પણ પોપ્યુલર થવાનો ચાન્સ મળી જાય છે. મોડલ અને ટિકટોક સ્ટાર અલીના રાય સોશિયલ મીડિયામાં ખાસ્સી પોપ્યુલર છે. જો કે તેનું કારણ છે કેટરીના કૈફ. કેમ કે તેનો ચહેરો, વાળ સહિત મોટાભાગના ફીચર્સ કેટરીના કૈફને સખત મળતા આવે છે.

જો કે અલીનાનું કહેવું છે કે તેને ખુદને પોતાનામાં અને કેટરીનામાં એવી કોઇ સમાનતા દેખાતી નથી. ન તો તેના પરિવારમાંથી કોઇએ કે તેના કોઇ મિત્રોએ એવું કહ્યું છે કે તે બોલીવુડ અભિનેત્રી જેવી લાગે છે.
કેટરીના સાથેની કંપેરિઝન બદલ અલીનાએ કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો સરખામણી કરે એ સામાન્ય વાત છે. જો કે મને એવી આશા છે કે હું મારી અલગ ઓળખ બનાવી શકીશ અને લોકો મને અલીના રાય તરીકે ઓળખશે.

કેટરીના કૈફ વિશે અલીનાએ કહ્યું હતું કે તે એક કમાલની અભિનેત્રી છે. તેણે પોતાને એક બોલીવુડ સ્ટારના રૂપમાં સ્થાપિત કરી છે. મારી તેની સાથે સરખામણી થાય છે તેને હું કોઇ અપમાન તરીકે જોતી નથી, પણ મને એવું લાગે છે કે વ્યક્તિએ પોતે જ પોતાની ઓળખ ઉભી કરવી જોઇએ.

ઇન્સ્ટાગ્રામ પર અલીનાના 32 હજાર ફોલોઅર્સ છે. અલીના રાય પોતે પણ લંડનથી જ છે અને બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા ભારત આવી છે. તે લંડનમાં પણ મોડલિંગ કરતી હતી અને ભારતમાં પણ તેણે મોડેલિંગ ઉપરાંત એક ફિલ્મ સાઇન કરી લીધી છે.