જોઈ લો, ‘નાગિન’ના અનેક બોલ્ડ અવતાર…
મુંબઈઃ પોતાની ગ્લેમર અદાઓને લઈ હંમેશ લાઈમલાઈટમાં રહેનારી નાગિન ફેમ મૌની રોયથી લોકો અજાણ રહ્યા નથી. સોશિયલ મીડિયા પર હંમેશ માટે તેના બોલ્ડ અવતારને લઈ ચર્ચામાં રહે છે, કારણ કે દર બીજા દિવસે બોલ્ડ અને ટ્રેડિશનલ આઉટફીટને લઈ છવાયેલી રહે છે.
તાજેતરમાં મૌની રોયે બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પોસ્ટ કર્યા પછી લોકોને તેની અદા ગમી ગઈ હતી, જ્યારે ફોટો પોસ્ટ કર્યા હતા. વ્હાઈટ ટોપમાં મૌની રોય એકદમ કાતિલ લાગતી હતી, જ્યારે બીજા ફોટોમાં બિગ કેપ પહેરીને ફોટો પોસ્ટ કર્યો હતો. આ તસવીરો લોકોને વિશેષ પસંદ પડી હતી.
સનસેટ વખતના વીડિયોએ તો રીતસરની સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. વ્હાઈટ લેંગા સાથે હાફ મિનિ ટોપમા બીચ પર વોક કરતો બોલ્ડ વીડિયોને જોઈ લોકો દંગ રહી ગયા હતા.
એના સિવાય બીજા ફોટોશૂટમાં મૌની રોયે શિમરી ડ્રેસ પહેરીને ટ્રેડિશનલ ફોટો શૂટ કરાવ્યું હતું. શિમરી ડ્રેસમાં સજ્જ મૌનીના અવતારને જોઈને તેના ચાહકોએ તેના પર લકલૂટ પ્રેમ વરસાવ્યો હતો. મૌની રોય ગ્લેમરસ ડ્રેસ પહેરીને કેમેરા સામે મસ્ત કિલર પોઝ આપ્યા છે. તેના દરેક પોઝમાં કાતિલ લાગે છે મૌની.
મૌનીના આ ડ્રેસ જીક્યુ મેન ઓફ ધ યર2023 એવોર્ડ નાઈટમાં પહેર્યો હતો. આ એવોર્ડ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો, જ્યારે તેના આ અંદાજને લોકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો. મૌની ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળી છે, પરંતુ ટીવી સિરિયલમાં વિશેષ જાણીતી બની હતી. ખાસ કરીને નાગિન સિરિયલમાં મૌની રોયે પોતાનો સિક્કો જમાવ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય છેલ્લે વેબ સિરીઝ સુલ્તાન ઓફ દિલ્હીમાં જોવા મળી હતી. મૌની ફિલ્મો, વેબ સિરીઝ સિવાય તેની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાને કારણે પણ ચર્ચામાં રહે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ તેના લાખો ફોલોઅર્સ છે.