મનોરંજન

બિકિની ક્વીનની બીચ પર જોઈ લો ધમાલ, ઈન્ટરનેટ પર લગાવી આગ

દિશા પટની અને મૌની રોય ક્લોઝ ફ્રેન્ડ છે તેની સાથે સારો અભિનય પણ કરે છે, જ્યારે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. વર્ષોથી બંને એકબીજાની આસપાસ તો જોવા મળે છે, જ્યારે ક્વોલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરતા જોવા મળે છે.
તાજેતરમાં વિદેશની ટૂરમાં બંનેએ બીચ પર મોજ કરતા જોવા મળ્યા હતા. બંનેની બિકિનીમાં મોજ-મસ્તી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થવાને કારણે લોકો ચર્ચામાં આવી ગયા છે.

કહેવાય છે કે દિશા અને મૌની વચ્ચે આ વર્ષના આરંભમાં અક્ષય કુમારના ધ એન્ટટેનર્સ નોર્થ અમેરિકાની ટૂર વખતે વધુ નજીક આવ્યા હતા, ત્યારબાદ બંને મોટા ભાગના પ્રસંગ યા કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળે છે. બંને અનેક જગ્યાએ એકસાથે જોવા મળે છે, જ્યાર આ વખતે થાઈલેન્ડમાં વેકેશનમાં મોજ કરતા જોવા મળ્યા હતા.

દિશા અને મૌનીએ મસ્તીની પળોની શાનદાર રીતે માણી રહી છે તેના ફોટોગ્રાફ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા, જ્યારે તેની મસ્તીની તસવીરો પણ લોકોને વિશેષ પસંદ પડી હતી.

રેડ બિકિનીમાં દિશા પટનીએ રિયલી ઈન્ટરનેટ પર આગ લગાવી હતી, જ્યારે મૌની રોયે ચોકલેટ બ્રાઉન કલરનો ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો. બંનેએ શેર કરેલા તસવીરોને લાખો લોકોએ લાઈક આપવા સાથે હજારો લોકોએ કમેન્ટ કરીને તેમની પ્રશંસા કરી છે.

બીજા દિવસ દરમિયાન એટલે આજે પણ ફરી બીચ પર વ્હાઈટ કલરના ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યા હતા, જેમાં ત્રણેક ફોટોગ્રાફ સાથે નેચરલ ફોટોગ્રાફી કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.

મૌની અને દિશાએ શેર કરેલા ફોટોગ્રાફે ઈન્ટરનેટ પર ધૂમ વાઈરલ પણ થઈ રહ્યા છે. દિશા તો સોશિયલ મીડિયા પર રીતસર બિકિની ક્વીન તરીકે નવાજવામાં આવે છે, જે તેના આઉટફીટને લઈ ફરી એક વાર પુરવાર થયું છે. એક કરતા અનેક બોલ્ડ અંદાજમાં શેર કરેલા ફોટોગ્રાફને તેમની ફેન ફોલોઅર્સે પણ વધાવ્યા છે.

મૌની રોયના કામની વાત કરીએ તો એ નાગિન સિરિયલથી જાણીતી બની છે, ત્યારબાદ બિગ બોસથી લઈને અન્ય સિરિયલમાં કામ કરીને લોકપ્રિયતામાં વધારો કર્યો હતો.

મૌની સિવાય દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે. સાગર અંબ્રે અને પુષ્કર ઓઝાની એક્શન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સાથે ફિલ્મમાં જોવા મળશે. બંને સોશિયલ મીડિયા પર જોરદાર સક્રિય રહે છે, જ્યારે તેમની ફેન ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button