Aishwarya Rai-Bachchanની જેમ શું વધુ એક સદસ્ય કહેશે Bachchan Familyને અલવિદા?

બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan) છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન અને બચ્ચન પરિવાર (Abhishek Bachchan And Bachchan Family) સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવતી હોય છે. હવે ફરી એક વખત આ બચ્ચન પરિવારને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અભિનેતા અભિષેક બચ્ચને બોરીવલી ખાતે 15 કરોડ રૂપિયામાં એક સાથે છ ફ્લેટ ખરીદ્યા છે. આ સમાચાર સામે આવતા જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને શું અભિષેક પણ પત્ની ઐશ્વર્યાની જેમ જ ઘર છોડવાની તૈયારી કરી રહ્યો છે કે કેમ?
આ પણ વાંચો…
હેં, બધાની હાજરીમાં સ્ટેજ પર જ આ કોને પગે લાગ્યા Amitabh Bachchan? વીડિયો થયો વાઈરલ…
આ પહેલાં મેગાસ્ટાર અને બચ્ચન ફેમિલીના મુખિયાજી એટલે કે અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)એ દીકરી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને પ્રતિક્ષા બંગલો ભેટમાં આપી દીધો હોવાના સમાચાર આવ્યા બાદથી જ બચ્ચન પરિવારમાં ફાટફૂટ પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એ જ દિવસથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના વિખવાદોના સમાચાર સામે આવી રહ્યા છે.
હવે અભિષેક બચ્ચને બોરીવલી ખાતે એક-બે નહીં પણ પૂરા 6 એપાર્ટમેન્ટ 15.42 કરોડ રૂપિયામાં ખરીદતા ફરી એક વખત આ પરિવાર ચર્ચામાં આવી ગયો છે કે શું ઐશ્વર્યાને પગલે પગલે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ બચ્ચન પરિવારને અલવિદા કહેવાના મૂડમાં છે કે કેમ? 28મી મેના દિવસે આ ફ્લેટનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોઈ એની સાથે 10 પાર્કિંગ સ્પેસ પણ આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે કદાચ હવે અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે આ જ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે.