One Direction બેન્ડના પૂર્વ ગાયક Liam Payneનું નિધન, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોક

બ્યુનોસ એરેસ: બ્રિટિશ બોયબેન્ડ વન ડાયરેક્શન(One Direction) ના પૂર્વ મેમ્બર અને લોકપ્રિય સિંગર લિયામ પેન(Liam Payne) નું અવસાન થયું છે. અહેવાલ મુજબ બુધવારે આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસ(Buenos Aires)માં હોટલની બાલ્કનીમાંથી પડી જવાથી પેનનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ સમાચાર મળતા તેના કોરોડો ચાહકો આધાતમાં છે. લિયામ પેને 31 વર્ષની નાની ઉંમરે દુનિયામાંથી વિદાય લીધી છે.

સ્થાનિક મીડિયા અનુસાર, લિયામ પેન હોટેલ કાસા સુર પાલેર્મોમાં રોકાયો હતો હોટલના ત્રીજા માળેથી પડી જતાં તેનું મોત થયું હતું. બ્યુનોસ એરેસની ઈમરજન્સી હેલ્પલાઇનના વડા દ્વારા એક નિવેદનમાં લિયામ પેનના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
| Also Read: Baba Siddiquie હત્યા બાદ પોલીસ એલર્ટ પર, ક્રાઇમ બ્રાંચ કરશે…..
પોલીસ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ ડ્રગ્સ અને દારૂના નશામાં છે. ત્યારબાદ જ્યારે પોલીસ હોટલ પર પહોંચી તો મેનેજરે કહ્યું કે તેણે હોટલની પાછળ જોરદાર અવાજ સાંભળ્યો, જ્યારે પોલીસ ત્યાં ગઈ તો તેણે જોયું કે એક વ્યક્તિ તેના રૂમની બાલ્કનીમાંથી પડી ગયો હતો.
લિયામ પેનના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. અહેવાલો મુજબ મૃત્યુ પહેલા લિયામે તેની ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવ્યો હતો અને હવે તેની છેલ્લી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

| Also Read: OMG! શું થયું કે પ્રિયંકા ચોપરાના પતિને સ્ટેજ છોડી ભાગવું પડ્યું….. ?
લિયામના નિધન પર હોલિવૂડ સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. પેરિસ હિલ્ટન, ચાર્લી પુથ અને જેડ સહિતના ઘણા સ્ટાર્સે લિયામ પેઈનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.