અભિનયમાં ‘નંબર વન’ સારા અલી ખાન રસોઈમાં ‘ઝીરો’! ટીવી શોમાં કર્યું પ્રદર્શન…

મુંબઈઃ કોમેડી અને રસોઈનું મજેદાર મિશ્રણ લાવતો શો ‘લાફ્ટર શેફ્સ 2’ દર્શકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. ટીવીના જાણીતા શોમાં (અઠવાડિયાના અંતે પ્રસારિત થનારા એપિસોડમાં) જ્યારે સારા અલી ખાન મહેમાન તરીકે આવી ત્યારે રસોઈ બનાવવાની બેઝિક બાબત પણ જાણકારી નહોતી, તેનાથી શોમાં હાજર મહેમાનો દંગ રહી ગયા હતા. ખાસ કરીને કરણ કુન્દ્રા અને ભારતી સિંહ.
જો તમે વિચારી રહ્યા છો કે તેણે અદ્ભુત રસોઈકળાનું પ્રદર્શન કર્યું તો તમે ખોટા છો. તેણે સાબિત કરી દીધું કે તે કાંદા પણ છોલી શકતી નથી. તેનો પ્રોમો આવતાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે, જેને જોયા પછી લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

શોના તાજેતરના પ્રોમોમાં સારા કાંદા છોલતી વખતે સંઘર્ષ કરતી બતાવવામાં આવી છે, જ્યારે કરણ કુન્દ્રાએ તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સારાએ ચણાના લોટને ફેસપેક કહીને જવાબ આપ્યો, ત્યારે બધા હસી પડ્યા હતા. જ્યારે કરણે તેને બટાટા છોલવાનું કહ્યું ત્યારે સારાએ કહ્યું હતું કે કોઈ બીજો સરળ રસ્તો તો હશે ને?’ પછી જ્યારે તેણે તવા અને ચાળણી વિશે પ્રશ્નો પૂછ્યા, ત્યારે ભારતી સિંહે તેના કાન પર હાથ રાખીને કહ્યું, ‘ચાળણીમાં તેલ ક્યાં જશે?’
સારાને રસોઈ કરતી જોઈને કરણ કુન્દ્રાએ મજાકમાં કહ્યું હતું કે સારાએ અભિનેત્રી બનવાનો જે નિર્ણય લીધો તે બિલકુલ સાચો હતો!’ જ્યારે સારાએ કારણ પૂછ્યું ત્યારે કરણે કહ્યું, ‘કારણ કે મેં તને રસોઈ બનાવતી જોઈ!’ આ સાંભળીને સારાએ કહ્યું, ‘દોસ્ત, મારી છબિ ખરાડાઈ રહી છે!’
દર્શકો આ મજેદાર એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ‘મેટ્રો ઇન દિનો’ની આખી સ્ટાર કાસ્ટ આ એપિસોડમાં ભાગ લઈ રહી છે, જેમાં નીના ગુપ્તા, આદિત્ય રોય કપૂર અને દિગ્દર્શક અનુરાગ બાસુનો સમાવેશ થાય છે. આ વખતે શોમાં કેટલીક રસપ્રદ જોડી જોવા મળી છે; નિયા શર્મા આદિત્ય રોય કપૂર સાથે, સારા અલી ખાન કરણ કુન્દ્રા સાથે, જ્યારે નીના ગુપ્તા અભિષેક કુમાર સાથે જોડી બનાવી છે.
આ વખતે ‘લાફ્ટર શેફ 2’માં દર્શકોને ઘણા સ્ટાર્સની ઝલક જોવા મળશે, અનુપમ ખેર, ફાતિમા સના શેખ, અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને કોંકણા સેન શર્મા શોમાં જોવા મળશે. આ શોને કોમેડી ક્વીન ભારતી સિંહ અને પ્રખ્યાત શેફ હરપાલ સિંહ સોખી જજ કરી રહ્યા છે. સ્પર્ધકોની લાઇનઅપમાં એલ્વિશ યાદવ, કરણ કુન્દ્રા, નિયા શર્મા, અંકિતા લોખંડે, વિકી જૈન, કૃષ્ણા અભિષેક, કાશ્મીરા શાહ, રૂબિના દિલાઈક, રાહુલ વૈદ્ય અને સુદેશ લાહિરીનો સમાવેશ થાય છે.
આપણ વાંચો : Sara Ali Khan જેવી ફિટનેસ જોઈએ છે? બસ, રોજ 15 મિનિટ કરો આ કામ…