
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ લાલોએ ટંકશાળ પાડી હતી અને 100 કરોડથી વધુનો વકરો કર્યો હતો. આ ફિલ્મ હિંદીમાં રીલીઝ થશે. લાલો ફિલ્મ હિંદીમાં 9 જાન્યુઆરી, 2026ના રોજ દેશભરના થિયેટરમાં રજૂ થશે.
ફિલ્મના નિર્માતા જય વ્યાસના કહેવા પ્રમાણે, આ ફિલ્મ એક અસાધારણ સફરનો ભાગ રહી છે. ઓછા બજેટમાં બનેલી ગુજરાતની આ સૌથી મોટી હિટ ફિલ્મ છે. હવે અમે તેને હિન્દી દર્શકો સુધી પહોંચાડવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ફિલ્મ દરેક ભાષામાં તેનું સ્થાન મેળવશે અને દરેક દર્શકોને પ્રેરણા આપશે તેવો અમને વિશ્વાસ છે.
ફિલ્મના ડિરેકટરે શું કહ્યું
ફિલ્મના ડિરેકટર અંકિત સખિયાના કહેવા પ્રમાણે, અમે એક સરળ સ્ટોરીથી શરૂઆત કરી હતી પરંતુ ફિલ્મ ભવ્ય અને હૃદયસ્પર્થી સફરમાં પરિવર્તિત થઈ છે. હવે અમે ફિલ્મને હિન્દીભાષી દર્શકો સુધી લાવી રહ્યા છીએ.
ગુજરાતી ફિલ્મના 3000 શો
ગુજરાતમાં 10 ઓક્ટોબર, 2025ના રોજ લાલા ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. શરૂઆતમાં ફિલ્મને દર્શકોને સારો પ્રતિભાવ મળ્યો નહોતો પરંતુ ત્રીજા અઠવાડિયાથી કમાણીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મના 3000થી વધુ શો થયા હતા.
કોણ કોણ છે કલાકારો
રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, મિષ્ટી કડેચા, અંશુ જોશી, કિન્નલ નાયક, પારુલ રાજ્યગુરુ અને જયદીપ ટિમાનિયા જેવા ઉભરતા કલાકારોને ફિલ્મમાં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે ઘણી પ્રશંસા અને પ્રસિદ્ધિ મળી હતી.



