મનોરંજન

સુષ્મિતા સેનને ભૂલીને લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યાં

વેલેન્ટાઈન્સ ડે પર જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા, 25 વર્ષની મિત્રતા સંબંધમાં બદલાઈ

IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા છે. વેલેન્ટાઈન ડેના અવસર પર તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી લવનો પ્રવેશ થયો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધોનો અંત આવી ગયો છે અને અલગ થયા બાદ હવે તે ફરીથી જીવનમાં આગળ વધી ગયા છે.

આપણ વાંચો: લલિત મોદીએ ઇંગ્લૅન્ડની જાણીતી લીગ વિશે ચોંકાવનારું નિવેદન આપી દીધું!

લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. લોકો આને સંબંધની જાહેરાત કરતાં બ્રેકઅપની જાહેરાત તરીકે વધુ માની રહ્યા છે. જો કે લલિત મોદીએ પોતાના પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તેણે તેની સાથે ઘણી તસવીરો શેર કરી છે, જે દર્શાવે છે કે તેમની 25 વર્ષની મિત્રતા હવે સંબંધમાં બદલાઈ ગઈ છે.

View this post on Instagram

A post shared by Lalit Modi (@lalitkmodi)

લલિત મોદીના પહેલા લગ્ન મીનલ મોદી સાથે થયા હતા. દંપતીએ 1991 માં લગ્ન કર્યા અને 2018 માં કેન્સરને કારણે મીનલના મૃત્યુ સુધી તેઓ સાથે રહ્યા. મીનલના મૃત્યુ પછી લલિત મોદીના જીવનમાં ઘણી સુંદરીઓ આવી. આ દરમિયાન સુષ્મિતા સેન સાથેના તેના અફેરની પણ ચર્ચા થઈ હતી. તેણે અભિનેત્રી સાથેના વેકેશનની તસવીરો પોસ્ટ કરીને તેના સંબંધોની જાહેરાત કરી હતી. હાલમાં તે પોતાની નવી ગર્લફ્રેન્ડને કારણે ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તેમણે તેમના માલદીવ વેકેશનની તસવીરો શેર કરી હતી. બીચ વેકેશનની આ તસવીરો સાથે કેપ્શન પણ લખવામાં આવ્યું હતું કે, ‘માલદીવ્સ અને સાર્દિનિયા વૈશ્વિક ટૂર પછી પાછો લંડન આવી ગયો છું, માય બેટર હાફ સુષ્મિતા સેન. આખરે એક નવી શરૂઆત, નવું જીવન. બહુ ખુશ છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button