ટોપ ન્યૂઝમનોરંજન

ના ‘Kalki 2898 એડી’, ના ‘Animal’ આ લોકપ્રિય ફિલ્મ ભારત તરફથી ઓસ્કારમાં જશે


નવી દિલ્હી: આ વર્ષે રિલીઝ થયેલી કિરણ રાવ (Kiran Rao) દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’(Laapata Ladies)ની લોકોને ભરપુર પ્રશંસા કરી હતી. હવે આ ફિલ્મને ઓસ્કાર 2025 (Oscar 2025) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આ અંગે જાહેરાત કરી હતી

ફિલ્મ ‘લાપતા લેડીઝ’ પિતૃસત્તાક સમાજ પર હળવો વ્યંગ્ય છે. 29 ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડીઝ’ને ઓસ્કારમાં ભારતની એન્ટ્રી માટે પસંદ કરવામાં આવી હતી. 29 ફિલ્મોની યાદીમાં બોલિવૂડની હિટ ફિલ્મ એનિમલ, મલયાલમ ફિલ્મ “અઅટ્ટમ” અને કાન્સ વિજેતા “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ”નો સમાવેશ થાય છે. તમિલ ફિલ્મ “મહારાજા”, તેલુગુ ફિલ્મ “કલ્કી 2898 એડી” અને “હનુમાન”, તેમજ હિન્દી ફિલ્મ “સ્વાતંત્ર્ય વીર સાવરકર” અને “આર્ટિકલ 370” પણ આ યાદીમાં હતી.

આસામી દિગ્દર્શક જાહનુ બરુઆની આગેવાની હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને રાવ દ્વારા નિર્મિત “લાપતા લેડીઝ” પર પસંદગી ઉતારી હતી. ગયા વર્ષે મલયાલમ સુપરહિટ “2018: એવરીવન ઈઝ હિરો” ને ઓસ્કાર માટે મોકલવામાં આવી આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker