એલિમનીનો પરફેક્ટ યુઝ… હીરોઈનનું ટ્રાન્સફોર્મેશન જોઈ રોસ્ટ કરી રહ્યા છે ફેન્સ…

બોલીવૂડ એક્ટ્રેસ કુશા કપિલ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવતી હોય છે. ક્યારેક રોસ્ટિંગ શોઝમાં થયેલા વિવાદને કારણે તો ક્યારેક લગ્ન અને ડિવોર્સને કારણે તે છવાયેલી રહે છે. પરંતુ હવે કુશા કપિલા એક વખત ફરી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે અને એનું કારમ છે કે કુશા કપિલાનો ટ્રાન્સફોર્મેશન. કુશાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેનો બદલાયેલો લૂક જોવા મળી રહ્યો છે. પરંતુ આ વીડિયો જ હવે કુશા કપિલા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ રીતે-
કુશા કપિલાના આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં તેનો બદલાયેલો લૂક જોવા મળી રહ્યો છે.આ વીડિયો પર યુઝર્સે કુશાને રોસ્ટ કરતી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર ફની કમેન્ટ કરતાં લખ્યું હતું કે એલિમનીના પૈસાનો રિયલ ઉપયોગ. બીજા એક યુઝરે લખ્યું હતું કે નકલી બત્તીસી સારી નથી લાગી રહી. જોકે, કેટલાક લોકો એવા પણ છે કે જેમને કુશાનો આ નવો લૂક પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો: શો-શરાબા: ડિજિટલ સ્ટાર્સ બન્યા મૅનસ્ટ્રીમ સ્ટાર્સ!
અહીંયા તમારી જાણ માટે કે કુશા કપિલા બોલીવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે અને અત્યાર સુધી અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું છે. એક્ટ્રેસ તરીકે એક ફિલ્મ પણ તેણે કરી છે અને એના કારણે તે ખાસ્સી એવી ટ્રોલ પણ થઈ હતી. જોકે, કુશા કપિલા બોલીવૂડમાં હીરોઈનના ટેગથી ખૂબ જ દૂર છે, પણ તેમ છતાં તે ટીવી સિરીયલ અને ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળતી હોય છે.
આ સિવાય કુશા કપિલા એક રોસ્ટિંગ શોને લઈને પણ લાઈમલાઈટમાં રહી હતી. આ શોમાં સમય રૈના નામના સ્ટેન્ડઅપ કોમેડિયને તેને ખૂબ ડ ખરાબ રીતે ટ્રોલ કરી હતી અને ત્યાર બાદ કુશાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને એના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ શોમાં કુશાએ લગ્ન, ડિવોર્સ અને લૂકને લઈને ઘણી બધી વાતો કહી હતી.
આ પણ વાંચો: મલાઈકા-અર્જુન કપૂરના રસ્તા અલગ થયા! આ કારણે છૂટા પડ્યા….
અત્રે ઉલ્લેખનીય છે કે કુશા કપિલાએ 2017માં જોરાવર સિંહ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા, પણ બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહોતા. 2023માં બંને જણે ડિવોર્સ લઈ લીધા હતા. જોરાવર એક કન્ટેન્ટ ક્રિયેટર છે અને તે ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગયો હતો, આર્થિક તંગીનો સામનો પણ કર્યો હતો. કુશા બોલીવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે અને તે અત્યાર સુધી 14મી ફિલ્મો અને સિરીયલ્સ અને સીરિઝમાં કામ કરી ચૂકી છે.