‘કુંડલી ભાગ્ય’ ફેમ અંજુમ ફકીહે હૉસ્પિટલમાં કરવી સર્જરી, જાણો તેની હેલ્થ અપડેટ
મુંબઈ: ‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી અંજુમ ફકીહના હેલ્થને લઈને ચાહકો માટે એક ચિંતાજનક બાબત સામે આવી છે. અભિનેત્રી અંજુમ ફકીહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેના પર એક સર્જરી કરવામાં આવી હતી. અંજુમ ફકીહે હવે પોતાના હેલ્થ અપડેટ બાબતે સોશિયલ મીડિયા પર એક અપડેટ મૂક્યો છે.
ટીવી અભિનેત્રી અંજુમ ફકીહએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મૂકીને પોતાની સર્જરી અને હેલ્થ બાબતે લોકોને જણાવ્યું હતું. અંજુમ ફકીહે શેર કરેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે તે હૉસ્પિટલના ગાઉનમાં છે, તેમ જ તેના નાક પર ઑક્સીજન ટ્યુબ પણ લગાવવામાં આવી છે. આ સાથે તેના હાથમાં સલાઇન માટેની પટ્ટી પણ લગાવવામાં આવેલી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: બોલ્ડ સીન આપીને આ અભિનેત્રી ફસાઈ હતી વિવાદમાં, જાણો શું કહ્યું…
હેલ્થ અપડેટની તસવીરો શેર કરીને અંજુમે લખ્યું હતું કે ‘ડ્યુન પાર્ટ 3’માં હું આવી શ તો તેને ‘અલ ગરીબ’ના નામથી રજૂ કરવામાં આવશે. મારી માત્ર એક નાનકડી સર્જરી થઈ છે અને બાકી બધુ ઠીક છે. અંજુમે શેર કરેલી આ તસવીરોને જોઈને ચાહકોએ તેના જલદીથી સાજા થવાની પ્રાર્થના કરી છે.
અંજુમ ફકીહના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તે છેલ્લે લોકપ્રિય ટીવી શો ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળી હતી. જોકે અંજુમે આ શોમાંથી બ્રેક લીધો હતો અને તે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 13’માં જોવા મળી હતી. અંજુમ હાલમાં તેના બોયફ્રેંડ રોહિત જાધવ સાથે બ્રેકઅપ બાદ ચર્ચામાં આવી છે. અંજુમ અને રોહિત બે વર્ષ સુધી રિલેશનમાં હતા, પણ હવે તેઓ અલગ થઈ ગયા છે, એવી ચર્ચા છે.