મનોરંજન

સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે લીધા ડિવોર્સ, જાણો કારણ….

લગ્ન જીવનમાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ ક્રૂરતાનો શિકાર બની શકે છે, એ વાત સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરના કિસ્સામાં સાચી પડી છે. સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે તેની પત્ની દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતાના આધારે છૂટાછેડા લીધા છે.

લગ્ન એ બે લોકોના જીવનમાં ખૂબ જ સુંદર તબક્કો છે. એકબીજાનો હાથ પકડીને બે વ્યક્તિ જીવનની સફરમાં કાયમ માટે સાથી બની જાય છે. પણ જરા વિચારો! જો કોઈ એક પાર્ટનરની વર્તણૂકને કારણે માત્ર આ સપનાનું ઘર જ નહીં, પરંતુ બીજા પાર્ટનર માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની જાય તો? આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. સેલિબ્રિટી શેફ અને હંમેશા હસતા દેખાતા કુણાલ કપૂરે ક્રૂરતાના આરોપ હેઠળ તેની પત્નીથી છૂટાછેડા લીધા છે. કુણાલ કપૂરે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. તેમની પત્નીએ 2012માં પુત્રને જન્મ આપ્યો હતો.કુણાલે તેની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ વારંવાર પોલીસને બોલાવી હતી અને સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ અફવાઓ ફેલાવવાની ધમકી આપી હતી. આ સિવાય તેની પત્નીએ ક્યારેય તેના માતા-પિતાનું સન્માન કર્યું નથી. સેલિબ્રિટી શેફે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તે 2016માં માસ્ટરશેફ ઈન્ડિયા શો માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની તેમના પુત્ર સાથે સ્ટુડિયોમાં ઘૂસી ગઈ હતી અને હંગામો મચાવ્યો હતો. બંને છેલ્લા ઘણા સમયથી અલગ રહેતા હતા.

ALSO READ : શોએબ મલિક સાથેના છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝાની પહેલી પોસ્ટ આવી સામે..

રિપોર્ટ્સ અનુસાર, કુણાલની ​​પત્ની એકતા કપૂર કુણાલ અને તેના પરિવારને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતી હતી. બંનેને એક પુત્ર પણ છે જેની પણ તે યોગ્ય કાળજી લેતી ન હતી. એટલું જ નહીં, કુણાલના માતા-પિતા સાથે તેની પત્નીએ ઘણી વખત ગેરવર્તણૂક પણ કરી હતી અને કુણાલ પર ઘણા ખોટા આરોપો પણ લગાવ્યા હતા. 2015 થી, કુણાલની ​​પત્ની તેના પુત્ર સાથે તેનાથી અલગ રહેતી હતી અને કુણાલને તેના પુત્રને મળવા પણ ન દેતી નહોતી.

જો કે, તેની પત્નીએ આવા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે તેના પતિ અને પરિવાર માટે તેની કારકિર્દી સાથે સમાધાન કર્યું છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના સાસરીયાઓ તેને ઘરનું કામ કરવાને બદલે નોકરી કરવા માટે વારંવાર ટોણા મારતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button