સોનાક્ષી સિંહાને લઇને આ શું બોલી ગયા કુમાર વિશ્વાસ, વીડિયો જોઇ લોકો થયા….
શક્તિમાન મુકેશ ખન્ના બાદ હવે કવિ કુમાર વિશ્વાસે સોનાક્ષી સિંહા પર નિશાન સાધ્યું છે, જેને કારણે શત્રુઘ્ન સિંહાની પુત્રી અને પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિંહા ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમાં જ અભિનેતા મુકેશ ખન્નાએ સોનાક્ષીના ઉછેર પર સવાલ ઊભા કર્યા હતા.
આ પણ વાંચો : આ કારણે Nita Ambani પહેરે છે લીલું રત્ન, જાણો આ પાછળનું ખાસ કારણ…
કવિ કુમાર વિશ્વાસે સોનાક્ષીનું નામ લીધા વિના કહ્યું છે કે બાળકોને રામાયણ શીખવવી જરૂરી છે. કુમાર વિશ્વાસે શત્રુઘ્ન સિન્હા કે તેમની પુત્રી સોનાક્ષીનું નામ નથી લીધું, પરંતુ લોકોને લાગે છે કે તેમના શબ્દો પીઢ અભિનેતા અને તેમની અભિનેત્રી સાથે જોડાયેલા છે. આપણે આ કોન્ટ્રોવર્સી વિશે જાણીએ.
કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, ‘તમારા સંતાનોને રામાયણ શીખવવી જરૂરી છે. તમારા ઘરનું નામ રામાયણ હોઇ શકે છે, પણ તમારા ઘરની લક્ષ્મી કોઇ બીજું છિનવી રહ્યું છે.
શત્રુઘ્ન સિન્હાના બંગલાનું નામ “રામાયણ” છે અને તેમની પુત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ મુસ્લિમ પરિવારમાંથી આવતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. લોકોને લાગે છે કે કુમાર વિશ્વાસે સોનાક્ષી સિંહાના મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવા અંગે કટાક્ષ કર્યો છે.
કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, “તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓને યાદ કરાવો. હું એક સંકેત આપું છું, જે લોકો સમજે છે તેમણે તાળીઓ પડવી જોઈએ. તમારા બાળકોને રામાયણ વંચાવો, ગીતા સંભળાવો, નહીં તો એવું ન બને કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય અને તમારા ઘરની લક્ષ્મી કોઇ બીજું લઇ જાય.
કુમાર વિશ્વાસના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. કેટલાક લોકો કુમાર વિશ્વાસનો પક્ષ લઈ રહ્યા છે તો કેટલાક લોકો તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : આ ફિલ્મી સિતારાઓના ઝઘડા છે જગજાહેર
કુમાર વિશ્વાસ પહેલા મુકેશ ખન્નાએ સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા પર નિશાન સાધ્યું હતું. જોકે, તેનું કારણ સોનાક્ષીના આંતર ધર્મીય લગ્ન નહોતા. સોનાક્ષી એક વાર કૌન બનેગા કરોડપતિમાં ગઇ હતી. એ વખતે તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે હનુમાન કોના માટે સંજીવની જડીબુટી લાવ્યા હતા. આ સવાલનો જવાબ અભિનેત્રીને ખબર નહોતી. સોનાક્ષીને સંબંધિત જાણકારી નાઆપવા અંગે મુકેશ ખન્નાએ શત્રુઘ્ન સિંહા પર કટાક્ષ કર્યો હતો.