મનોરંજન

Kuberaa film review: દમદાર પર્ફોમન્સ અને ફ્રેશ સ્ટોરીલાઈન પણ…

તમિળ અને તેલુગુમાં બનેલી અને હિન્દી સહિત પાંચ ભાષામાં રિલિઝ થયેલી ફિલ્મ કુબેર આમિર ખાનની સિતારે ઝમીન પરને ટક્કર આપવા થિયેરોમાં આવી ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોતા જ એક નવા અને મજબૂત પ્લોટ સાથે બનેલી હોવાનું જણાઈ આવે છે. આ સાથે ધનુષ, નાગાર્જુન, જીમ સર્ભ, રશ્મિકા મંદાના જેવા સ્ટારકાસ્ટ પણ છે. તો ચાલો જાણીએ કેવી છે ફિલ્મ

શું છે સ્ટોરી?

ઘણીવાર તમે એક જ અખબારમાં બે સમાચાર વાંચતા હો છે. વિશ્વના ધનિકોમાં ભારતીયોનો દબદબો અને બીજી બાજુ ભૂખ કે ગરીબીથી મરતા લોકો. કુબેરનો પ્લોટ પણ આવો જ કંઈક છે. પૈસા, પાવર, ગેમ ઓફ પોલિટિક્સ અને તેમાં પિસાતો સાવ ગરીબ માણસ. નાગાર્જુન એક રિટાયર્ડ સીબીઆઈ અધિકારી છે અને જીમ સર્ભના બિલિયોનર બનાવાના સપનામાં તે તેનો સાથ આપે છે. આ માટે ભિખારી બનેલા ધનુષનો ઉપયોગ કરે છે, પણ ધનુષ આ બધાની બાજી કઈ રીતે પલટે છે તે ફિલ્મની કહાની છે. જે નવી લાગી રહી છે.

કેવું છે ડિરેક્શન અને કેવી છે એક્ટિંગ

સાઉથના જાણીતા રાઈટર ડિરેક્ટર શેખર મકુલ્લાની આ ફિલ્મ છે. ફિલ્મમાં સ્ટોરીને ખૂબ જ ચોંટદાર રીતે કહેવમાં આવી છે. ડાયલૉગ્સ તો તમે ટ્રેલર જોશો તો પણ મજા પડી જશે. હારેલી, થાકેલી રશ્મિકા મંદાના જ્યારે કહે છે કે મૈં ક્યું જીયુ, તો ધનુષ કહે છે કે જીને કે લીયો જીયો. એક જ સ્ટોરીમાં સોશિયલ, પોલિટિકલ, ક્રાઈમ, થિલર અને ઈમોશન બતાવવા અઘરા છે અને શેખરે તે અઘરું કામ સારી રીતે કર્યું છે, પણ એક વાતે ફિલ્મ માર ખાઈ જાય છે અને તે છે તેની લેન્થ. એડિટિંગમાં ભૂલ કે પછી વાર્તાની જરૂરિયાત જે હોય તે આજના દર્શકોને 3 કલાક અને 13ની મિનિટ ફિલ્મ લાંબી લાગે છે. જોકે ફિલ્મ શરૂઆતથી જ વિષયને વળગી છે અને છેલ્લે સુધી માહોલ જમાવી રાખે છે. લાંબી છે પણ બોરિંગ નથી.

રહી વાત પર્ફોમન્સની તો ધુનષની કરિયરની આ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ માનવામાં આવશે, તેમ લાગી રહ્યું છે. દેવા નામના ભિખારીના રોલમાં ધનુષે જાદુ વિખેર્યો છે. તેને સારી એવી ટક્કર આપે છે નાગાર્જુન, બન્નેએ પહેલીવાર સાથે કામ કર્યું છે. રશ્મિકાને ઓછો સ્ક્રીનટાઈમ મળ્યો છે, પણ તે કેરેક્ટરમા ફીટ બેસે છે. હા, તેની ડાયલૉગ ડિલિવરી હંમેશાં ટીકાને પાત્ર બને છે. રશ્મિકાએ સ્પીચ પ્રોગામ્સ એટેન્ડ કરવાની જરૂર છે, તેવું તમને ચોક્કસ લાગશે. જીમ બિઝનેસમેન તરીકે સારી છાપ છોડી રહ્યો છે. બાકીના કલાકારોએ પણ સારું પર્ફોમ કર્યું છે.

એકંદરે ફિલ્મ થ્રિલર છે અને મલ્ટિલેયર્ડ છે. ઘણા સમયથી સેન્સિબલ સોશિયલ-પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો નથી તો આ ફિલ્મ ટ્રાઈ કરી શકાય ફોર અ ચેન્જ.

આ પણ વાંચો…કાર્તિક-અનન્યાના વાયરલ ફોટોએ જગાવી ચર્ચા: શું બધું બરાબર છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button