મનોરંજન

રણવીર સિંહ સાથેના શરારત સોન્ગના ડાન્સ પર ક્રિસ્ટલ ડિસૂઝાએ આપી પ્રતિક્રિયા, કહ્યું જો મને આ ખબર હોત તો..

મુંબઈ: બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ના ગીતો હાલમાં સોશિયલ મીડિયા અને ચાર્ટબસ્ટર લિસ્ટમાં ધૂમ મચાવી રહ્યા છે. ખાસ કરીને આ ફિલ્મનું ‘શરારત’ ગીત વર્ષ 2025ના સૌથી લોકપ્રિય ગીતોમાનું એક સાબિત થયું છે. આ ગીતમાં ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝા અને આયશા ખાનની કેમિસ્ટ્રીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ક્રિસ્ટલે રણવીર સિંહ સાથે સ્ટેજ પર કરેલા લાઈવ ડાન્સ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ક્રિસ્ટલ ડિસૂઝાએ જણાવ્યું કે તે આ પરફોર્મન્સ માટે બિલકુલ તૈયાર નહોતી. મુંબઈમાં યોજાયેલા મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં તેને માત્ર ગેસ્ટ તરીકે બેસવાનું કહેવામાં આવ્યું હતું. ક્રિસ્ટલે હસતા હસતા કહ્યું, “જો મને ખબર હોત કે મારે સ્ટેજ પર નાચવાનું છે, તો હું સાડી ક્યારેય ન પહેરત! સામાન્ય રીતે હું વેસ્ટર્ન આઉટફિટ્સ પસંદ કરું છું, પણ તે દિવસે ખબર નહીં કેમ મને સાડી પહેરવાનુ મન થયું. મને એમ હતું કે મારે બસ સ્ટેજની સામે બેસીને તાળીઓ પાડવાની છે અને વાઇબ એન્જોય કરવાની છે.”

ક્રિસ્ટલ ડિસોઝા ધુરંધર શરારત રણવીર સિંહ લાઇવ ડાન્સ

ઇવેન્ટ દરમિયાન જ્યારે જેસ્મિન સેન્ડલસ અને મધુબંતી બાગચી સ્ટેજ પર લાઈવ ગાતા હતા, ત્યારે રણવીર સિંહ ક્રિસ્ટલની બાજુમાં બેઠા હતા. અચાનક રણવીરે ક્રિસ્ટલનો હાથ પકડ્યો અને કહ્યું, “ચલ ક્રિસ્ટલ, આ તારું ગીત છે, આપણે સ્ટેજ પર જઈએ!” ક્રિસ્ટલ કંઈ સમજે તે પહેલા તો તે સ્ટેજ પર હતી. રણવીરની એનર્જી વિશે વાત કરતા ક્રિસ્ટલે કહ્યું કે તેની એનર્જી એટલી જબરદસ્ત છે કે તમે આપોઆપ તેની સાથે મેચ થવા લાગો છો. સાડીમાં હોવા છતાં ક્રિસ્ટલે રણવીરના સ્ટેપ સાથે સ્ટેપ મિલાવીને ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

https://twitter.com/abeyarrrrrr/status/1999418412720849209

પોતાના અનુભવને વર્ણવતા ક્રિસ્ટલે ઉમેર્યું કે સ્ટેજ પર ગયા પછી તેને એવું લાગ્યું જ નહીં કે હજારો લોકો તેને જોઈ રહ્યા છે. રણવીરના ઓરા અને વાઇબમાં તે એટલી ખોવાઈ ગઈ હતી કે તેને લાગ્યું કે તે કોઈ ક્લબમાં ડાન્સ કરી રહી છે. તેણે સ્વીકાર્યું કે રણવીર સિંહની એનર્જી નેક્સ્ટ લેવલની છે અને તેને મેચ કરવી મુશ્કેલ છે, પરંતુ તે પળને તેણે ખૂબ જ માણી હતી. આ અનપ્લાન્ડ પરફોર્મન્સ હવે સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો…રણવીર સિંહની ‘ધુરંધર’એ 800 કરોડનો આંકડો પાર કરી ‘પુષ્પા 2’ને આપી પછડાટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button