સુપરહીરો ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ક્રિશ 4 ની થઈ જાહેરાત! કોણ હશે Krrish? રાકેશ રોશને કહ્યું કે…

મુંબઈઃ સુપરહીરો ફિલ્મ ફ્રેન્ચાઇઝીની ફિલ્મો માત્ર માર્વેલ કે ડીસી જ નહીં પરંતુ બોલીવુડ પણ બનાવે છે. આવી જ એક સુપરહીરો ફિલ્મ ફ્રેન્ચાઇઝી ફિલ્મ આવી હતી ક્રિશ. ક્રિશ ફિલ્મે બોક્સઓફિસ પર તગડી કમાણી પણ કરી હતી અને સાબિત કરી બતાવ્યું હતું કે બોલીવુડ પણ આવી ફિલ્મો બનાવી શકે છે છે. તેના પછી તેની સિક્વલ પણ બની છે, લાસ્ટમાં ક્રિશ 3 ફિલ્મ આવી હતી તે પણ સફળ રહી હતી. અત્યારે ક્રિશ 4 ની ચર્ચાઓ ચાલી રહી છે. રાકેશ રોશન આ ક્રિશ 4 ને લઈને મોટી અપડેટ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
ક્રિશ 4 ની જાહેરાત પોસ્ટ પર પ્રિયંકા ચોપરાએ આપી પ્રતિક્રિયા
રાકેશ રોશને ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ ક્રિશ સાથે જોડાયેલી એક મોટી અપડેટ શેર કરી છે. અભિનેતા રીતિક રોશનના ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો છે. એટલું જ નહીં પરંતુ ક્રિશ 4 ની જાહેરાત પોસ્ટ પર પ્રિયંકા ચોપરાની પ્રતિક્રિયા આપી છે, જેથી ચર્ચા એવી પણ છે કે, શું પ્રિયંકા ક્રિશ 4 માં જોવા મળશે કે કેમ? રાકેશ રોશને પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, તેઓ ક્રિશ 4 ફિલ્મ દ્વારા રીતિક રોશન દિગ્દર્શક તરીકે પોતાના કારકિર્દીની શરૂઆત કરવાનો છે. ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ કરવામાં આવશે તેની કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: મલાઈકા અરોરાએ ડીપનેક અનારકલી સૂટમાં આપ્યા મનમોહક પોઝ, ચાહકો ખુશ
રાકેશ રોશન રીતિકને હવે દિગ્દર્શક તરીકે લોન્ચ કરશે
દિગ્દર્શક અને રીતિક રોશનના પિતા રાકેશ રોશને આ વાતની જાહેરાત કરતા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી લખ્યું કે, ‘દુગ્ગુ, 25 વર્ષ પહેલા મેં તને એક અભિનેતા તરીકે લોન્ચ કર્યો હતો, અને આજે 25 વર્ષ પછી, બે ફિલ્મ નિર્માતાઓ આદિત્ય ચોપરા અને હું તને દિગ્દર્શક તરીકે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેથી તું અમારી સૌથી મોટી ફિલ્મને આગળ લઈ જઈ શકે’ઉલ્લેખનીય છે કે, ક્રિશ ફિલ્મ દ્વારા રીતિક રોશનને અભિનેતા તરીકે સારી એવી પ્રસિદ્ધિ મળી હતી પરંતુ શું હવે દિગ્દર્શક કરીકે નામના મેળવી શકશે?
આ પણ વાંચો: Viral Photo: નાગિને બ્લેક મિની ડ્રેસમાં આપ્યા એવા પોઝ કે…
શું ક્રિશ 4 માં રીતિક અને પ્રિયંકા સાથે કામ કરશે?
ક્રિશ 4ની જાહેરાતના પોસ્ટર પર પ્રિયંકા ચોપરાએ પણ કોમેન્ટ કરી છે, જેથી ચાહકોને આશા છે કે, ફરી એકવાર પ્રિયંતા બોલીવુડમાં કામ કરશે. પરંતુ તે ક્રિસ 4 માં જોવા મળશે કે કેમ? તેની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ ક્રિશ 4 ના અપડેટ વિશે જાણીને અભિનેત્રી ખુશ છે. તેની પોસ્ટ જોયા પછી, ચાહકો ફિલ્મમાં તેની એન્ટ્રી વિશે અનુમાન પણ લગાવવા લાગ્યા છે. આ પહેલાના ફિલ્મ ક્રિશ અને ક્રિશ 3માં પ્રિયંકાએ લીડ રોલમાં અભિનય કર્યો હતો. આ સુપરહીરો ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં રીતિક અને પ્રિયંકાની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. જેથી અત્યારે પણ ચાહકો ઇચ્છી રહ્યાં છે કે, બન્ને સાથે કામ કરે. જો ક્રિશ 4 માં રીતિક અને પ્રિયંકા એક સાથે જોવા મળશે તો ફિલ્મ ધૂમ કમાણી કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી!