બોક્સ ઓફિસ પર ઘટતી કમાણી જોઈને Actress Kriti Sanonએ કર્યું કંઈક એવું કે…
Shahid Kapoor And Kriti Sanon Starrer FilmTeri Baaton Mein Aisa Uljha Jiya બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ તો કરી પણ હવે ધીરે ધીરે આ ફિલ્મની સ્પીડ સ્લો થઈ રહી છે. દર્શકો થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ રહ્યા છે પણ તેમ છતાં બોક્સ ઓફિસ પર કલેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે ફિલ્મની લીડ ફિમેલ એક્ટ્રેસ Kriti Sanonએ અચાનક થિયેટરમાં પહોંચીને ફેન્સ અને દર્શકોને સરપ્રાઈઝ આપ્યું હતું.
એક્ટ્રેસ ક્રિતી સેનને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે હતો. આ વીડિયોમાં ક્રિતી ફેન્સથી ઘેરાયેલી જોવા મળી રહી છે અને તે ફેન્સ સાથે મોજ-મસ્તી, અને મજાક કરતી પણ જોવા મળી હતી. એટલું જ નહીં પણ તેણે ફેન્સ સાથે બેસીને ફિલ્મ પણ જોઈ હતી.
આ વીડિયોની કેપ્શનમાં ક્રિતી સેનને લખ્યું હતું કે દર્શકોનો પ્રેમ, તેમની સ્માઈલ, આનંદ માણતા જોવા અને તાળીઓ વગાડતાં જોવા માટે જ તો અમે આટલી મહેનત કરતાં હોઈએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિતી સેનન અને શાહિદ કપૂરની સ્ટારર આ ફિલ્મ એક રોમ કોમ છે. એક રોબોટ અને માણસ વચ્ચેની લવ સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
શાહિદ અને ક્રિતીએ પોતાની આ ફિલ્મને એકદમ જોરશોરથી બધી જગ્યાએ પ્રમોટ કરી હતી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મની શરૂઆત સારી રહી હતી, પરંતુ ત્યાર બાદ તેની રફ્તાર ધીમી પડી ગઈ હતી. ફેન્સ ક્રિતીના આ સરપ્રાઈઝને એક પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવ્યું હતું.