અંબાણી પરિવારની આ માનુનીનું Handbagનું કલેક્શન જોશો તો પહોળી થઈ જશે આંખો…

અંબાણી પરિવારની ફિમેલ ગેન્ગ હંમેશાથી પોતાની સ્ટાઈલ અને ફેશનથી લાઈમલાઈટ ચોરી લેતી હોય છે. હેડિંગ વાંચીને તમે વિચારી રહ્યા હોવ કે અહીંયા નીતા અંબાણીની વાત થઈ રહી છે તો એવું નથી. આ તો અહીં અંબાણી પરિવારના બિગ બોસ એટલે કે કોકિલાબેન અંબાણીની વાત થઈ રહી છે. નીતા અંબાણીના સાસુમા કોકિલાબેન અંબાણી પોતાની ફેશન સેન્સથી વહુઓ અને અંબાણી પરિવારની યંગ જનરેશનને પણ પાછળ મૂકી દે છે અને આજે આપણે વાત કરીશું કોકિલાબેન અંબાણીના લક્ઝુરિયસ બેગ કલેક્શનની.

કોકિલાબેન અંબાણીનું બેગનું કલેક્શન ખૂબ જ શાનદાર છે અને એટલે જ તેમને હેન્ડબેગ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના કલેક્શનમાં લૂઈ વૂઈટનથી લઈને બોટ્ટેગા વેનેટા બ્રાન્ડ સુધીની બેગ છે તેમના કલેક્શનમાં છે. ચાલો જોઈએ કઈ કઈ છે તેમના બેગ કલેક્શનમાં-
આ પણ વાંચો: આ છે અંબાણી પરિવારની મનગમતી મિઠાઈ, ખાસ પ્રાઈવેટ જેટથી પહોંચે છે એન્ટિલિયા…
બેજ રંગની ડોલ્સે એન્ડ ગબ્બાના બેગ
કોકિલાબેન અંબાણીએ એક ઈવેન્ટમાં ચમકીલી પિંક સાડી સાથે લક્ઝુરિયસ બ્રાન્ડ ડી એન્ડ જી બેગ કરી હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કોકિલાબેનના હાથમાં જોવા મળેલી આ બેગની કિંમત અંદાજે 16 લાખ રૂપિયાની આસપાસ હતી.
ચેનલ ટ્વીડ બેગ
અંબાણી પરિવારના ફેન પેજ પરથી શેર કરવામાં આવેલા કેટલાક ફોટોમાં અંબાણી પરિવારના હાથમાં અંબાણી પરિવારના આ લેડી બોસ એટલે કે કોકિલાબેન અંબાણી લાઈટ પિંક કલરની ફ્લોરલ પ્રિન્ટવાળી સાડી સાથે આ ચેનલ ટ્વીડ બેગ સ્ટાઈલ કરી હતી અને આ બેગની કિંમત અંદાજે 34 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
પિંક બોટેગા વેનેટા બેગ
કોકિલાબેન અંબાણીનું બેગ કલેક્શન ખૂબ જ શાનદાર છે અને દરેક માનુનીનું ડ્રીમ કલેક્શન પણ છે. કોકિલાબેન અંબાણીના કલેક્શનમાં રહેલી આ પર્સ પણ ખૂબ જ સુંદર છે. આ પર્સની કિંમત 2.38 લાખની આસપાસ હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પહેલાં બાંધણી અને હવે સોના-ચાંદીના દોરાથી બનેલી સાડી પહેરીને નીતા અંબાણીએ…
વેલેન્ટિનો ટોટ બેગઃ
કોકિલાબેન અંબાણી એક ઈવેન્ટમાં લાઈટ ગ્રીન કલરની સાડી સાથે વેલેન્ટિનો ટોટ બેગ કેરી કરી હતી. આ વેલેન્ટિનો લાઈમ ગ્રીન ટોટ બેગની કિંમત 1.67 લાખ રૂપિયા છે.
ચેનલ ડબલ ફ્લેપ બેગ
અંબાણી પરિવારના હેન્ડબેગ ક્વીન તરીકે ઓળખાતા કોકિલાબેન અંબાણી પાસે એક ક્લાસિક ચેનલ પર્સનો સમાવેશ પણ થાય છે. આ પર્સની કિંમત આશરે 1.55 લાખ રૂપિયા જેટલી છે.
લૂઈ વૂઈટનઃ
કોકિલાબેન અંબાણીને હેન્ડ બેગ્સ ખૂબ જ પસંદ છે અને એમના માટેનો તેમનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે. કોકિલાબેનના બેગ કલેક્શનમાં લૂઈ વૂઈટન મોનોગ્રામ બેગ પણ છે અને આ હેન્ડબેગની કિંમત 1.38 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.