Nita Ambani ને ટક્કર મારે એવું છે અંબાણી પરિવારની આ સભ્યનું બેગનું કલેક્શન, એક વખત જોઈ લેશો…
અંબાણી પરિવારનો દરેક સભ્ય અને એમાં પણ ખાસ કરીને પરિવારનું લેડિઝ ક્લબ તો પોતાની લક્ઝુરિયરસ લાઈફ સ્ટાઈલને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી (Nita Ambani)નો તો કોઈ જવાબ જ નથી, પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારની જ એક મહિલા સદસ્યના લક્ઝુરિયસ બેગના કલેક્શન સામે નીતા અંબાણીનું બેગનું કલેક્શન પણ ફિક્કુ પડશે. ચાલો જાણીએ કોણ છે આ મહિલા સદસ્ય..
આ પણ વાંચો : Ambani Familyના તમામ સભ્યનું છે એક ડાર્ક સિક્રેટ, જેના વિશે જાણશો તો…
આ સદસ્ય બીજું કોઈ નહીં પણ નીતા અંબાણીના સાસુ અને પરિવારના વડીલ કોકિલા અંબાણી (Kokila Ambani) છે. 90 વર્ષે કોકિલાબેન અંબાણી પોતાની અનોખી ફેશન સેન્સથી વહુ Nita Ambani, Tina Ambaniને કાંટે કી ટક્કર આપતા હોય છે. કોકિલાબેન જ્યારે પણ જોવા મળે છે ત્યારે લેટેસ્ટ ડિઝાઈનની સાડી, જ્વેલરી અને હેન્ડ બેગ્સમાં જોવા મળે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કોકિલાબેનન અંબાણીનું બેગનું કલેક્શન નીતા અંબાણીના કલેક્શનથી પણ દમદાર છે.
વાત કરીએ કોકિલાબેનના બેગના કલેક્શન વિશે તો કોકિલાબેન હંમેશા તેમની સાડી સાથે મેચ કરતી હેન્ડબેગ્સ કેરી કરે છે. એક અંદાજ પ્રમાણે કોકિલાબેનની ક્લાસી અને ડિઝાઈનર બેગની કિંમત લાખોમાં હશે. કોકિલાબેનના કલેક્શનની વાત કરીએ તો એમના કલેક્શનમાં સ્લિંગ બેગ, ટોટ બેગથી લઈને પોટલી પર્સ સુધીનું ક્લાસિક કલેક્શન છે.
આ પણ વાંચો : Ambani Family ક્યાંથી કરે છે મહિનાભરના રાશનની ખરીદી?
આગળ કહ્યું એમ કોકિલાબેન હંમેશા જ પોતાના આઉટફિટ સાથે મેચિંગ બેગ કેરી કરે છે, જોકે એમના બેગના કલેક્શનમાંથી કોઈ બે બેગ એક જેવી નથી અને આ તમામ બેગની કિંમત લાખોમાં હોય છે. તેમના કલેક્શનમાં મોંઘી મોંઘી લક્ઝુરિય, બ્રાન્ડની બેગ છે, જેની સામે નીતા અંબાણીનું બેગનું કલેક્શન ચોક્કસ જ ફિક્કુ પડી જશે… અને હોય પણ કેમ નહીં, ભાઈ અંબાણી પરિવારના હેડ ઓફ ધ ફેમિલી છે કોકિલાબેન એટલે બધું ખાસ તો હોવાનું જ ને!