Ambani Familyના તમામ સભ્યનું છે એક ડાર્ક સિક્રેટ, જેના વિશે જાણશો તો…
અંબાણી પરિવાર (Ambani Famliy)ની ગણતરી દેશ જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. અબજો રૂપિયાની સંપત્તિના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) પરિવાર સાથે દુનિયાના બીજા નંબરના સૌથી મોંઘા ઘરમાં એકદમ શાનથી રહે છે. અંબાણી પરિવાર પોતાની સંપત્તિ જ નહીં પણ વૈભવી લાઈફસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ દરરોજ અંબાણી પરિવારને લઈને અલગ અલગ માહિતી શેર કરવામાં આવતી હોય છે. પરંતુ આજે આપણે અહીં તમને અંબાણી પરિવારના એક એવા સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણવાની તાલાવેલી તમને પણ હશે. ચાલો જોઈએ શું છે આ સિક્રેટ-
અંબાણી પરિવારના દરેક સભ્યને જો તમે ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ આવશે તે આ પરિવારના 90 વર્ષના સદસ્ય કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani) હોય કે મુકેશ અંબાણી (Mukesh Ambani) હોય કે નીતા અંબાણી (Nita Ambani) હોય એમના માથાના વાળ કાળા જ છે. 90 વર્ષે પણ કોકિલાબેનના વાળ ધોળા નથી થયા. આ જોઈને સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે અંબાણી પરિવારના સભ્યનું એવું તે શું સિક્રેટ છે કે એમના વાળ કાળા જ છે, અને ધોળા નથી થયા…
વાત જાણે એમ છે કે અંબાણી પરિવારના દરેક સદસ્ય પોતાના ડાયેટનું ખૂબ જ ધ્યાન રાખે છે અને દેશ-વિદેશના નામચીન ન્યુટ્રિશિયનિસ્ટ તેમની ડાયેટ અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. અંબાણી પરિવારના ડાયેટમાં આવશ્યક તમામ સપ્લિમેન્ટ્સનો સમાવેશ થાય છે. વિટામિન ડી અને વિટામિન બી12 એવા જ બે વિટામિન છે કે જેની કમીથી વાળ સફેદ થવા લાગે છે. શક્ય છે કે અંબાણી પરિવાર પોતાના ડાયેટમાં આ બંને વિટામિનનું સેવન કરતાં હોય.
વિટામિનની કમી ભોજનથી જ દૂર કરી શકાય છે. રસોડામાં જ એવા કેટલાક ફૂડ્સ છે જે વાળને સફેદ થતાં રોકવામાં મદદ કરે છે. જો તમે પણ તમારા વાળને કાળા રાખવા માંગો છો તો આ ફૂડ્સનું સેવન કરવું જોઈએ. દૂધ અને દૂધની બનેલી વસ્તુઓમાં વિટામિન ડી જોવા મળે છે. આ સિવાય તડકામાં પણ મોટા પ્રમાણમાં વિટામિન ડી જોવા મળે છે. દરરોજ 15 મિનીટ સનબાથ કરીને વિટામિન ડીની કમી દૂર કરી શકાય છે.
જોકે, અંબાણી પરિવારના સદસ્યના કાળા વાળના સિક્રેટ અંગે કોઈ પણ ઓફિશિયલ માહિતી ઉપલબ્ધ નથી, બસ એક અંદાજ જ છે.