અરે ભઈ ભૂલ થઈ ગઈઃ અવનીત કૌરના ફોટો લાઈક કરવા બાબતે વિરાટનો ખુલાસો

ઈન્ડિય ક્રિકેટ ટીમના સેલિબ્રેટેડ ક્રિકેટર વિરાટ કોહલી ઘણીવાર ચર્ચામાં આવતા હોય છે. ક્રિકેટ હોય કે પછી પત્ની અનુષ્કા અને સંતાનોની કોઈ વાત હોય. વિરાટના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ એટલા છે અને તે દરેક વાત પર બારીકાઈથી નજર રાખતા હોય છે. આવું જ થયું છે. વિરાટે અભિનેત્રી અવનીત કૌરના અમુક હૉટ પિક્ચર્સને લાઈક કરી લીધા હતા. બસ તેનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર એવો તો વાયરલ થયો કે વિરાટે સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે.
કોહલીએ આ મામલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જણાવ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા ફીડને સાફ કરતી વખતે લગભગ અલ્ગોરિધમે ભૂલથી કોઈ પ્રતિક્રિયા આપી દીધી છે. આ પાછળ બીજો કોઈ ઈરાદો નહોતો. હું બધાને વિનંતી કરું છું કે આ બબાતે બીજી કોઈ વાર્તાઓ બનાવવામાં આવે નહીં. સમજવા બદલ આભાર. વિરાટે આ પ્રકારો ખુલાસો આપ્યો છે. અવનીતના ફોટો લાઈક કરી વિરાટ કોઈ નવી કોન્ટ્રોવર્સીમાં ન ફસાઈ જાય. અવનીતની વાત કરીએ તો ટીવી સિરિયલોમાં કામ કરવા સાથે તેણે ઝલક દિખલા જા રિયાલિટી શૉમાં પણ કામ કર્યું ને અને એક બે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે ક્રિકેટ સાથે પણ તેનું કનેક્શન છે.
અવનીત ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરતી હોવાની અને બન્ને રિલેશનસિપમાં હોવાની ઘણી વાતો ફેલાઈ હતી. જોકે ગિલે એક ઈન્ટરવ્યુમાં આ વાતને રદિયો આપ્યો હતો. જોકે કોહલીની આ સ્પષ્ટતા ફેન્સને ગળ ઉતરી નથી. નેટીઝન્સ તેના પર મિમ્સ બનાવી રહ્યા છે અને અનુષ્કાને પણ ટેગ કરી રહ્યા છે. એક સોફ્ટવેર એન્જિનિયરે લખ્યું છે કે આ શક્ય નથી, કે ભૂલથી એલ્ગોરિધમ કોઈ ફોટો કે પોસ્ટ લાઈક કરે. તો ઘણા હવે અનુષ્કા ઘરે તારું એલ્ગોરિધમ સેટ કરશે તેવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. હવે ખરેખર શું છે તે તો વિરાટ, અવનીત અને અનુષ્કાને ખબર, પણ નેટઝન્સ વિરાટની આ ભૂલની મજા લઈ રહ્યા છે.