મનોરંજન

વિરાટ કોહલીએ બ્લૉક કર્યો એટલે પરેશાન છે આ સિંગર, હજી સુધી કારણ નથી જાણી શક્યો!

મુંબઈઃ ભારતનો સુપરસ્ટાર બૅટર વિરાટ કોહલી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતો જ હોય છે. કોઈ મહત્ત્વની ઇનિંગ્સ રમ્યો હોય કે ઝીરો અથવા નીચા સ્કોરમાં આઉટ થઈ ગયો હોય કે કોઈ હરીફ સાથે પંગો લીધો હોય. એવો મેદાન પરનો કોઈ બનાવ હોય કે પછી લંડનની માર્કેટમાં મુક્ત મનથી ફરી રહ્યો હોય એવી ઑફ-ધ-ફીલ્ડ ઘટના બની હોય. કોહલી સતતપણે મીડિયામાં ચમકતો રહે છે. તાજેતરમાં તેનું નામ એક જાણીતા સિંગરે લીધું એટલે કોહલી પાછો ન્યૂઝમાં આવી ગયો.

વાત એવી છે કે કોહલીએ આ સિંગરને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉક કરી દીધો છે અને એ પાછળનું કારણ પણ એ સિંગરને જાણમાં નથી. કોહલી વિશે આવું કહેનાર સિંગર બીજો કોઈ નહીં, પણ એ છે બિગ બૉસ' ફેમ રાહુલ વૈદ્ય. રાહુલ વૈદ્યએ કહ્યું છે,વિરાટ કોહલીએ મને ઇન્સ્ટાગ્રામ પર શા માટે બ્લૉક કર્યો છે એની મને જાણ જ નથી. હું હંમેશાં તેની પ્રશંસા કરતો રહ્યો છું. આપણા દેશનો એ સર્વશ્રેષ્ઠ બૅટર છે. કંઈક કારણ તો હશે જ જેની મને આજ સુધી ખબર નથી.’

રાહુલ વૈદ્યનો વીડિયો વાયરલ થઈ ગયો છે અને એ જોયા બાદ રાહુલને જાત જાતની પ્રતિક્રિયા મળે છે.
ઇન્ડિયન આઇડલ'ની પ્રથમ સીઝનમાં રાહુલ વૈદ્ય ક્નટેસ્ટન્ટ હતો અને ત્યારે ઘણા લોકોએ તેના અવાજની તુલના સોનુ નિગમ સાથે કરી હતી. રાહુલ એ શૉમાં ત્રીજા નંબરે આવ્યો હતો અને અભિજીત સાવંતે ટ્રોફી જીતી લીધી હતી. ઘણા વર્ષો સુધી જાહેર જીવનમાંથી ગાયબ રાહુલ વૈદ્યએબિગ બૉસ’ની 14મી સીઝનમાં ભાગ લીધો હતો. રુબીના દિલૈક એ શૉમાં વિજેતા થઈ હતી અને રાહુલ રનર-અપ હતો. ત્યાર પછી તે ઘણા રિયલિટી શૉમાં જોવા મળ્યો છે. ટીવી ઍક્ટ્રેસ દિશા પરમાર સાથેના તેના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા.

વીડિયોના એક સેક્શનમાં એક સંગીતપ્રેમી-ક્રિકેટપ્રેમીએ લખ્યું છે, કંઈ પણ બોલી રહ્યો છે.' બીજા એક શખસએ લખ્યું,તું છે કોણ?’

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, કિંગ કોહલી પાસે હાલતુ-ફાલતુ લોકોને બ્લૉક કરવાનો સમય નથી.' એક યુવાને રાહુલની ક્લાસ લેતાં લખ્યું,ફેમસ થવા કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ નામ લઈ લે છે.’ બીજા એક જણે કમેન્ટમાં કહ્યું, `ચાલો, વિરાટ કોહલીએ વધુ એક સારું કામ કરી નાખ્યું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button