મારા માટે એ અઘરું હતું… એક્સની યાદોને લઈને Shahid Kapoorએ શું કહ્યું?

બોલીવૂડના ચોકલેટી બોય તરીકેની ઈમેજ ધરાવતા શાહિદ કપૂરની ગણતરી આજે ટોપના એક્ટ્રેસમાં કરવામાં આવે છે. પોતાની દમદાર એક્ટિંગ અને ડાન્સથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શાહિદ કપૂર જેટલો પોતાની પ્રોફેશન લાઈફને કારણે ચર્ચામાં રહે છે એટલો જ તે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. એક્ટરે ભલે મીરા રાજપુત સાથે લગ્ન કર્યા હોય પણ તેની લિંકઅપની અફવાઓ તો ખૂબ જ જોરશોરથી થઈ રહી હતી.

એક્ટરનું નામ એક સમયે કરિના કપૂર-ખાન અને પ્રિયંકા ચોપ્રા સાથે જોડાઈ ચૂક્યું છે. આ બંને એક્ટ્રેસ સાથે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પહોંચ્યો હતો પરંતુ એક્સની યાદોને લઈને કરણના શોમાં જ શાહિદે કંઈક એવું કહ્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આવો જોઈએ શું કહ્યું છે શાહિદે
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો 2014નો છે. આ વીડિયોમાં ફિલ્મ આર રાજકુમાર ફેમ સ્ટાર પોતાની કો-એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા સાથે જોવા મળી રહ્યો છે. એક્ટર આ વીડિયોમાં કહી રહ્યો છે કે તેના માટે તેની એક્સની યાદોને મિટાવવાનું ખૂબ જ અઘરું હતું, કારણ કે તેમને તે દરરોજ ન્યુઝ પેપરમાં જોવા મળતી હતી.
વાત જાણે એમ છે કે કરણ જોહરે શાહિદને પૂછ્યું હતું કે તું પહેલી વખત અહીં તારી ગર્લફ્રેન્ડ વિના આવ્યો છે. જેના જવાબમાં શાહિદે જણાવ્યું કે મારી યાદશક્તિ ખૂબ જ ખરાબ છે. હું ભૂલી જાઉં છું કે આગલા દિવસે મારે સાથે શું થયું હતું એટલે મને સાચે યાદ નથી. ત્યાર બાદ કરણે શાહિદને પૂછે છે કે શું તે તારી એક્સ ગર્લફ્રેન્ડની યાદોને મિટાવી દીધી છે.
આ સવાલનો જવાબ શાહિદ કપૂરે ખૂબ જ તીખા અંદાજમાં આપતાં જણાવ્યું હતું કે આ શક્ય નથી. તેઓ ખૂબ જ મોટી સ્ટાર્સ રહી ચૂકે છે અને દરરોજ ન્યુઝ પેપરમાં તેમના વિશે જાત જાતની વાતો અને ફોટો છપાતા હોય છે. એટલે તમે એમની યાદો નથી મિટાવી શકતા. પરંતુ મારી યાદશક્તિ ખૂબ જ ખરાબ છે, એટલે ભૂતકાળની વાતોને હું ભૂલી ચૂક્યો છું.
કરણે શાહિદને આગળ પૂછ્યું કે જો તને મોકો મળે તો તું કોની યાદો મિટાવીશ? આ સવાલના જવાબમાં શાહિદે કોઈનું નામ ના લીધું અને કહ્યું કે આ મુશ્કિલ ઓપ્શન. કરણે જો શાહિદને હેરાન કરવાનું નક્કી કરી લીધું હોય તેમ શાહિદને પૂછ્યું કે શું પાર્ટીમાં તું તારી એક્સ સાથે વાત કરે છે? જેના જવાબમાં શાહિદે જણાવ્યું કે ઈમાનદારીથી કહું તો કરિના સાથે મેં ત્યાર બાદ વાત નથી કરી. એક વખત અમે લોકો આમને સામને થયા હતા એ ખૂબ જ ઓકવર્ડ હતું. પીસી સાથે તો મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. અમે લોકોએ સાથે ફિલ્મો પણ કરી છે અને હાલમાં અમારી વચ્ચે બધું શાંત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર, કરિના કપૂર અને પ્રિયંકા ચોપ્રા એ પોતાનું ઘર વસાવી લીધું છે. પરંતુ હાલમાં જ બંને જણ આઈફા એવોર્ડ્સ 2025માં એકબીજાની સામસામે આવ્યા હતા, પણ બંને જણે એકબીજાને ખૂબ જ ઉષ્માપૂર્વક ગળે મળ્યા હતા અને ફેન્સને આ બંનેનું રિયુનિયન ખૂબ જ પસંદ આવ્યું હતું.
આપણ વાંચો : આઈફા એવોર્ડમાં કરીના શાહિદ કપૂરને કેમ ઈગ્નોર કરી શકી નહીં, સુપરસિક્રેટ શું હતું?