
બોલીવૂડના બેતાજ બાદશાહ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફેન ફોલોઈંગ તગડી છે અને ભાગ્યે જ કોઈ એવી મહિલા કે એક્ટ્રેસ હશે કે જેને બિગ બી પર ક્રશ ના હોય, પરંતુ શું એમને ખબર છે બિગ બીના પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન (Jaya bachchan)ને અમિતાભ બચ્ચન નહીં પણ કોઈ બીજા જ એક્ટર પર ક્રશ હતો? ખુદ જયા બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો.
ચાલો જોઈએ કોણ હતો એ એક્ટર જેના પર જયા દિલ હારી બેઠા હતા…
જયા બચ્ચને 15 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયા પગ મૂક્યો હતો. આમ તો જયા બચ્ચનનું ફિલ્મી બેકગ્રાઉન્ડ ખૂબ જ અલગ હતું, પરંતુ જયા બચ્ચનને કળા પ્રત્યે વિશેષ પ્રેમ હતો અને નાની ઉંમરે જ તેમને એક્ટિંગ કરવાનો મોકો મળ્યો. જયાજીએ એ મોકો ઝડપી લીધો અને આજે ઈન્ડસ્ટ્રીમાં તેમણી ગણતરી બેસ્ટ એક્ટ્રેસમાં કરવામાં આવે છે.
સફળ ફિલ્મી કરિયર બાદ જયાજીએ રાજકારણમાં પગ મૂક્યો અને ત્યાં પણ તેમણે પોતાની જાતને પુરવાર કરી. આ આખા સમય દરમિયાન જયાજીનું નામ બીજી એક્ટ્રેસની જેમ બિગ બી સિવાય કોઈ બીજા અભિનેતા સાથે નહોતું જોડાયું. પરંતુ એક્ટ્રેસે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમને ઈન્ડસ્ટ્રીના કોઈ બીજા જ સુપરસ્ટાર પર ક્રશ હતો અને તેઓ એ એક્ટરની એટલી દિવાની હતી કે તેમણે રૂમમાં એની અનેક તસવીરો લગાવી હતી.
આ પણ વાંચો: ‘ટોઈલેટ એક પ્રેમકથા’ને વખોડનારા જયા બચ્ચનને છેક હવે ‘મિસ્ટર ખિલાડી’એ આપ્યો જવાબ!

એક ઈવેન્ટમાં જયા બચ્ચનને ખુદ ખુલાસો કર્યો હતો કે મને બોલીવૂડના હી મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર પર ક્રશ હતો. ધર્મેન્દ્ર એક માત્ર એવા હીરો હતા કે જેમનો ફોટો તે પોતાની સાથે લઈને ફરી હતી. હેમા માલિનીની બાયોગ્રાફીના લોન્ચિંગ સમયે જયાજીએ ધર્મેન્દ્ર પર ક્રશ હોવાની વાત કહી હતી. જયાજીએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર એટલા ગુડલુકિંગ હતા કે તે એમને ગ્રીક ગોડ લાગતા હતા. જયાજીની આ વાત સાંભળીને ખુદ હેમા માલિની પણ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો: Rekha કે Jaya Bachchan કોણ છે સૌથી વધુ અમીર? નામ જાણીને ચોંકી ઉઠશો…

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈવેન્ટમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન સિવાય કરણ જોહર પણ હાજર રહ્યા હતા. જયાજીના મોઢે આ વાત સાંભળીને કરણ જોહર ખુદ ચોંકી ઉઠ્યા હતા.