‘હીમેન’ ધર્મેન્દ્રની હેલ્થને લઈ જાણો આ સમાચાર…
મુંબઈ: બૉલીવૂડના લેજન્ડ્રી અભિનેતા ધર્મેન્દ્રની હેલ્થને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી હતી. તાજેતરમાં ધર્મેન્દ્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના ઑફિશિયલ એકાઉન્ટ પર વધતી ઉંમરને લીધે ધર્મેન્દ્રને ઊંઘ ન આવતા રાતે ચાર વાગ્યે ઉઠીને અભિનેતા તેમની ફેવરેટ ડિશનો સ્વાદ માણી રહ્યા હોવાની તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં ઘર્મેન્દ્રની ઍંકલમાં ફ્રેકચર થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે આ ટ્વિટને ડિલીટ કરવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ ધર્મેન્દ્રએ મોડી રાતે 3.52 વાગ્યે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં ધર્મેન્દ્રને સખત નીંદરમાં દેખાઈ રહ્યા છે અને તેમના વાળ પણ વિખરાયેલા દેખાઈ રહ્યા છે. આ સાથે તેમના હાથમાં એક થાળી છે જેમાં રોટલી રાખેલી છે. આ તસવીર શેર કરવાની સાથે ‘અડધી રાત થઈ ગઈ ઊંઘ નથી આવતી, ભૂખ લાગે છે. મિત્રો ગરમ રોટલી બટર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે’ એવું કેપ્શન પણ તેમણે આપ્યું.
ઘર્મેન્દ્રની આ અડધી રાતે ઉઠીને રોટલી ખાતાની તસવીરને સોશિયલ મીડિયા પર 38 હજાર કરતાં વધુ લોકોએ જોઈ હતી. ધર્મેન્દ્રના એકાઉન્ટ પર મોડી રાતે આવી તસવીર શેર થતાં તેમના ચાહકોએ ધર્મેન્દ્રની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના જલ્દીથી સાજા થવાની પ્રાથના પણ કરી હતી.
આ દરમિયાન એક યુઝરે તેમને પૂછ્યું હતું કે સર તમારા પગમાં શું થયું છે?. તેના રિપ્લાયમાં તેમણે કહ્યું હતું કે મારી ઍંકલમાં ફ્રેકચર થયું છે અને હું તમારી દુઆઓથી જલ્દી સાજો થઈ જઈશ, એવું પણ તેમણે જણાવ્યું હતું.