મનોરંજન

જાણી લો 54 વર્ષની હોલીવૂડની અભિનેત્રીનું હેલ્થનું રહસ્ય

દુનિયાની ખૂબસુરત અભિનેત્રીઓની યાદીમાં હોલીવૂડની જાણીતી અભિનેત્રીનું જેનિફર એઈનસ્ટનનું નામ અચૂક લઈ શકાય. જેનિફરે તાજેતરમાં તેના ચાહકોને તેની ખુબસુરતીનું નહીં, પરંતુ તંદુરસ્તીનો મંત્ર આપીને લોકોને ખુશ કરી નાખ્યા હતા.

એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે હેલ્ધી લાઈફનું રહસ્ય છતું કર્યું હતું. પોતાની હેલ્થને બેસ્ટ રાખવા માટે પ્રયાસ કરે છે. પર્યાપ્ત પાણી પીવાની સાથે પૂરતી ઊંઘ લેવાનું ચૂકતી નથી. આ મુદ્દે જેનિફર કહે છે કે આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે ખાસ તો કસરત કહે છે, જ્યારે પોતાના દિમાગને શક્ય એટલુ શાંત રાખવાનો પણ પ્રયાસ કરે છે. એટલું જ નહીં, પૂરી ઉંઘ લેવાનું મુશ્કેલ રહે છે, પરંતુ પૂરતી ઊંઘ લેવાનો હંમેશાં કોશિશ કરે છે, એમ પણ જણાવ્યું હતું.

પોતાના માટે વિશેષ સમય ફાળવે છે, જ્યારે તેના માટે શક્ય એટલું ટીવી જોવાનું પણ ટાળતી હોય છે, એવું કહેતા જેનિફરે કહ્યું હતું કે ટીવી પર પણ બહુ મર્યાદિત સમય માટે જાહેરાત જુએ છે, જેથી કરીને મેન્ટલ હેલ્થ પર તેની કોઈ ખરાબ અસર થાય નહીં.

ફીટનેસ સિવાય તેની અંગત વાત કરીએ તો આજની તારીખે પણ તેને પોતાના પહેલી કમાણીના ખર્ચને લઈને પસ્તાવો રહ્યો છે. જેનિફરે ટીવી-સિરીઝમાં રચેલનો અભિનય કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. ફ્રેન્ડસ સિરીયલને કારણે આજની તારીખે પણ ઘરે ઘરે જાણીતી બની છે. જેનિફરે એક વખત જણાવ્યું હતું કે બે વર્ષથી એક વિન્ટેજ મર્સિડીસ બેંઝ કાર (13,000 ડોલર) ખરીદવા ઈચ્છતી હતી. તેને ફ્રેન્ડ્સ કામ કરવાની તક મળી હતી, તેથી તેને લાગ્યું હતું કે તેનું સપનું પૂરું થશે.

કાર પણ ખરીદી પણ વિન્ટેજ કાર ખરીદવાની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે કાર ખરીદ્યા પછી તરત બગડી હતી. તેનું મરમ્મત કામ પણ કર્યું પણ ચાલુ થઈ નહોતી. એ કાર ખરીદવાને 25 વર્ષ જૂની છે, પરંતુ આજે પણ એને ખરીદવાનો પસ્તાવો રહ્યો છે. સોશિયલ મીડિયા પર બહુ ઓછી એક્ટિવ રહે છે પરંતુ હંમેશાં ચર્ચામાં રહે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત