ગ્લેમરસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો જાણી લો સૌથી મોટો ચોંકાવનારો દાવો, હું સેક્સી….

મુંબઈઃ ફિલ્મી જગતમાં દક્ષિણની અભિનેત્રીઓએ જોરદાર નામ કમાવ્યું છે, પરંતુ તેમને પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી માટે જોરદાર કમર કસવી પડે છે. અમુક અભિનેત્રીઓ સારા-નરસાનો અનુભવ થાય છે, જેમાં ક્યારેક તેનો એકરાર કરે છે.
તાજેતરમાં સાઉથની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકૂરે ચોંકાવનારો દાવો કર્યો હતો. અમુક ડાયરેક્ટરે તો વજન ઘટાડવાની સાથે સેક્સી નહીં હોવાને કારણે ફિલ્મમાંથી રિજેક્શન મળ્યું હોવાનો દાવો કર્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં મૃણાલ ઠાકુરે કહ્યું હતું કે એક વખત તો ડાયરેક્ટરે તે સેક્સી નહીં હોવાને કારણે રિજેક્ટ કરી દીધી હતી. બોડી શેમિંગનો એક કિસ્સો જણાવતા મૃણાલે કહ્યું હતું કે એક વખત અમે ગીત તૈયાર કરતી વખતે તેની આસપાસના લોકોએ ગીત તૈયાર કરવાની મનાઈ કરી હતી. લોકોએ કહ્યું હતું કે મૃણાલ મેદસ્વી છે.

થિક થાઈ હોવાનો તેમનો કહેવાનો અર્થ હતો. એ ગીત માટે મારું વજન ઘટાડવાની પણ ભલામણ કરી હતી. આમ છતાં એ મુદ્દે મૃણાલે કહ્યું હતું કે જો મારી થાઈ થિક હોય તો એનાથી કમ્ફર્ટેબલ હતી. જો એનાથી હું મારી જાતને જરાય અન્કમ્ફર્ટેબલ સમજતી નથી તો પછી તમે લોકો કઈ રીતે અન્કફર્ટેબલ હોઈ શકે?

એ વાત અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્ડસ્ટ્રીમાં અનેક મેદસ્વી અભિનેત્રીઓને આ પ્રકારના ભૂતકાળમાં બહુ ખરાબ અનુભવ થયા છે. મૃણાલે ભૂતકાળમાં તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આગામી દિવસોમાં વિજય દેવરાકોંડાની સાથે ફેમિલા સ્ટાર નામની ફિલ્મમાં જોવા મળશે. કલ્કિ 2829 એડીમાં મૃણાલ જોવા મળશે.

છેલ્લે હાય-નાના નામની ફિલ્મમાં જોવા મળી હતી. મૃણાલે તેની કારકિર્દીની શરુઆત ટીવીથી કરી હતી. કુમકુસ ભાગ્યથી જાણીતી બની હતી, ત્યારબાદ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. 2014માં મરાઠી ભાષાની ફિલ્મ વિટી દાંઢુમાં કામ કર્યું હતું. રિતીક રોશનની સુપર-30થી બોલીવૂડની ફિલ્મમો ડેબ્યૂ કર્યું હતું.