સલમાનની ‘ફ્લોપ ફિલ્મો’નું લિસ્ટ જાણો, અમુક ફિલ્મના નામ તો યાદ પણ નહીં હોય!

સિકંદર ફિલ્મની રિલીઝ સાથે ફરી સલમાન ખાન ચર્ચામાં છે. સિકંદર ફિલ્મ રિલીઝ કર્યા પછી ફિલ્મની સફળતા અંગે હજુ નક્કર અભિપ્રાયો મળ્યા નથી. બોક્સઓફિસ પર સફળ રહેશે કે નહીં એ તો આગામી દિવસોમાં જોવાનું રહેશે, પરંતુ ભાઈજાનની બહુ ગાજેલી ફિલ્મો પણ બોક્સઓફિસ પર સુપરફ્લોપ રહી છે. હાલના તબક્કે એવું કહેવાય છે કે સલમાન દર્શકોનો માનીતો અભિનેતા છે. તેની ફિલ્મો રિલીઝ થવા પહેલા જ એડવાન્સ બુકિંગમાં હાઉસફુલ થઇ જાય છે. નિર્માતાઓ માટે સલમાન સફળતાની ગેરન્ટી ગણાય છે. પણ સલમાન ખાનની સાવ ભૂલી જવા જેવી ફિલ્મો પણ છે. જે દર્શકોને બિલકુલ પસંદ નથી આવી. ચાલો, જાણીએ કઈ હતી એ ફિલ્મો..
મૈં ઔર મિસિસ ખન્નાઃ

આ ફિલ્મ વર્ષ ૨૦૦૯માં આવી હતી. ફિલ્મની સ્ટોરી એક એવા કપલની હતી જે એકબીજાથી ખુશ નથી, પરંતુ તેઓ વિચિત્ર પરિસ્થિતિઓમાં પોતાની ખુશી મેળવે છે. લોકોને ફિલ્મ એટલી ખરાબ લાગી કે તેને માત્ર ૩.૪ રેટિંગ મળ્યા હતા.
ગોડ તુસ્સી ગ્રેટ હોઃ

રિમેક ફિલ્મોનો જુનો રેકોર્ડ સલમાન ખાન પાસે છે. આ ફિલ્મ પણ હોલીવુડ ફિલ્મ ‘ઓલમાઈટી ગોડ’ની હિન્દી રિમેક હતી. પરંતુ તેની હાલત હોલીવુડની ફિલ્મ જેવી નહોતી. તે ખરાબ રીતે ફ્લોપ થઇ અને તેનું રેટિંગ માત્ર ૩.૭ છે.
ટ્યુબલાઈટઃ

સલમાન ખાનની સૌથી ખરાબ ફિલ્મોમાં એક ટ્યુબલાઈટ ફિલ્મનો ફ્યુઝ સિનેમાઘરોમાં ઉડી ગયો હતો. એમબીડીમાં તેને ૩.૯નું રેટિંગ મળ્યું હતું.
શાદી કરકે ફંસ ગયા યારઃ

ફિલ્મની વાર્તા એક એવા છોકરાની છે જે એક સુંદર છોકરીને ફસાવે છે અને તેની સાથે લગ્ન કરે છે, પરંતુ જ્યારે એક દિવસ છોકરી પોતાની ડાયરી ગેરેજમાં મૂકીને જાય છે ત્યારે છોકરા પાસે તેની પાછળ જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. શા માટે? તે આ ફિલ્મની વાર્તા છે.
યુવરાજઃ

સલમાનના લીડ રોલમાં આવેલી યુવરાજને દર્શકોએ હૃદયના સિંહાસન પર સ્થાન ન આપ્યું. આ ફિલ્મને આઇએમબીડી પર માત્ર ૪.૧ રેટિંગ મળ્યું હતું. દર્શકોએ તેને સાવ નકારી કાઢી હતી.
પ્રેમ રતન ધન પાયોઃ

બડજાત્યા પરિવારનો પ્રેમ એટલે સલમાન. રાજશ્રી પ્રોડક્શન માટે પ્રેમ એક આઇકોનિક નામ બની ગયું છે જેનો ચહેરો સલમાન છે. પણ તેમના બેનરમાં બનેલી પ્રેમ રતન ધન પાયો કંઈ ઉકાળી શકી નહીં. આ ફિલ્મને પણ ૧૦ માંથી માત્ર ૪.૪ રેટિંગ મળ્યું હતું.
આપણ વાંચો : Sikandar Movie review: રજાઓમાં થિયેટરોમાં જવા કરતા ઘરે બેસી આઈપીએલ જૂઓ
રેસ થ્રીઃ

૨૦૧૮માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ તેની સૌથી ખરાબ ફિલ્મોમાં ગણવામાં આવે છે. લોકોને આ ફિલ્મ એટલી ખરાબ લાગી કે તેને પબ્લિક રેટિંગ પ્લેટફોર્મ આઇએમબીડી પર ૧૦માંથી માત્ર ૧.૯ રેટિંગ મળ્યું હતું. લોકોને ન તો ફિલ્મની વાર્તા પસંદ પડી કે ન તો ડાયલોગ.