મનોરંજન

B-Townના આ Celebrityઓ કેટલું ભણ્યા છે જાણો છો?

મુંબઈઃ આજે મહારાષ્ટ્ર બોર્ડના બારમા ધોરણનું (Maharashtra 12th Board Exam Result Declared)પરિણામ જાહેર થયું છે અને દર વર્ષની જેમ જ આ વખતે પણ રિઝલ્ટમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. પરંતુ શું તમને ખબર છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય એવા સેલિબ્રિટીઓ છે કે જેઓ દસમા અને બારમાની પરિક્ષામાં નાપાસ થયા હતા. પણ તેમની પ્રતિભા અને કૌશલ્યના જોરે આજે નામ અને દામ બંને હાંસિલ કરી શક્યા છે.

બારમા ધોરણમાં પાસ થયેલાં કે ટોપ કરનારા વિદ્યાર્થીઓ પોતાને આગળ કયા ફિલ્ડમાં કરિયર બનાવવું છે એ નક્કી કરશે અને એમને માર્ગદર્શન આપતા તો અનેક લેખ, ન્યૂઝ કે સેમિનાર યોજાશે. 12મા ધોરણમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનું શું? પરિક્ષામાં અનુત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તમને ગમતાં અનેક બોલીવૂડ સેલેબ્સ (Bollywood Celebrity Fails In SSC And HSC) પણ દસમા કે બારમા ધોરણની પરિક્ષા પાસ કરી શક્યા નહોતા. આવો જાણીએ આવા સેલેબ્સ વિશે અને તેઓ કઈ રીતે આ નિષ્ફળતામાંથી બહાર આવ્યા હતા.

જીવનમાં ક્યારેય કોઈ પણ સંજોગોમાં હાર ના માનવી જોઈએ. દસમા, બારમાની પરિક્ષાઓ તો હજી શરુઆત છે. જીવનમાં આવી ધમી તક આવશે જ્યાં લોકો સમક્ષ તમારી ક્ષમતા આવશે. 10મા અને 12મા ધોરણમાં ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટીઓ નાપાસ થયા હોય પણ તેમના ટેલેન્ટે આજે તેમને નેમ અને ફેમ બંને અપાવ્યું છે. ચાલો આજે તમને આવા સેલિબ્રિટીઓ વિશે જણાવીએ…

સલમાન ખાનઃ બોલીવૂડના ભાઈજાન તરીકે ઓળખાતો સલમાન ખાન માત્ર 12મા સુધી જ ભણ્યો છે. તેણે આગળ ભણવાને બદલે એક્ટિંગ તરફ પા પા પગલી માંડી હતી અને આજે તેની ગણતરી બોલીવૂડના અવ્વલ કલાકારોમાં કરવામાં આવ્યા છે.

સચિન તેંડુલકરઃ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માત્ર 10મુ પાસ છે, પરંતુ ક્રિકેટમાં તેમણે મેળવેલી સફળતાને કારણે કોઈને તેઓ કેટલું ભણ્યા છે કે તેમની પાસે કઈ ડિગ્રી છે એના વિશે કોઈને કંઈ પડી પણ નથી કે ન તો કોઈએ એ વિશે ક્યારેય ચર્ચા પણ કરી છે.

કેટરિના કૈફઃ કેટરિના કૈફ પણ ખાસ કંઈ ભણેલીગણેલી નથી. મોડેલિંગ અને એક્ટિંગમાં કરિયર બનાવવા માટે તેણે 14 વર્ષે જ શાળાએ જવાનું છોડી દીધું હતું. પણ આજે તેની ગણતરી ટોચની એક્ટ્રેસમાં કરવામાં આવે છે.

Also read – શું katrina-kaif બ્લેક કોર્ટમાં બેબીબમ્પ છુપાવી રહી છે ?

કાજોલઃ બ્લેક બ્યુટી કાજોલ અત્યારે પણ એકદમ તોફાની છે તો તે બાળપણમાં કેટલી તોફાની હશે એની કલ્પના કરો. કાજોલને ભણવામાં બિલકુલ જ રસ નહોતો અને તેણે 16 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.

કંગના રનૌટઃ બોલીવૂડની પંગા ક્વીન અને ભાજપની ઉમેદવાર કંગના રનૌટ પણ માત્ર 12મુ પાસ છે. કેમેસ્ટ્રીમાં નાપાસ થયા બાદ કંગનાએ એક્ટિંગમાં જ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી.

Also Read – Kangana Ranaut: ફિલ્મોમાં તો ઘણા એવોર્ડ મેળવ્યા, હવે કંગનાને જીતવો છે આ એવોર્ડ

અર્જુન કપૂરઃ ફિલ્મ નિર્માતા બોની કપૂરનો દીકરો અર્જુન કપૂર પણ ભણવામાં એકદમ નબળો હતો અને 12મામાં એક વિષયમાં નાપાસ થતાં તેણે ભણવાનું છોડી દીધું હતું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો