મનોરંજન

દેશભરમાં ફરીને અમિતાભની દોહિત્રી Navyanaveli શું વેચી રહી છે જાણો છો?

Amitabh Bachhan Familyના સભ્ય સાથે જોડાયેલી દરેક વાતો લોકોને જાણવી ગમે છે. આ પરિવારમાં એકથી એક ચડિયાતા કલાકાર છે. આ પરિવારની દીકરી શ્વેતાનો દીકરો અગત્સ્ય નંદા પણ ફિલ્મી દુનિયામાં આર્ચી ફિલ્મથી એન્ટ્રી કરી ચૂક્યો છે. અભિ-એશની દીકરી આરાધ્ય હજુ નાની છે, પણ પરિવારની બીજી એક યુવાન સભ્ય છે જેને ફિલ્મોમાં રસ નથી. એ છે શ્વેતા નંદાની દીકરી નવ્યાનવેલી. નવ્યા તેની સોશિયલ મીડિયા પૉસ્ટ અને પોડકાસ્ટ એક્ટિવિટીથી લોકોમાં જાણીતું નામ છે, પણ આ 26 વર્ષની છોકરી શું વેચે છે તે જાણશો તો તમને નવાઈ લાગશે. શ્વેતા બચ્ચન જેવી જ લાંબી અને નાજૂક નમણી લાગતી આ છોકરી વેચે છે ટ્રેક્ટર.

જી હા ખેડૂતોને કામ આવતા ટ્રેક્ટરનો બિઝનેસ કરે છે નવ્યા. આ બિઝનેસ તેને પિતા તરફથી વિરાસતમાં મળ્યો છે. તે તેના પિતાની કંપની ‘એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડ’ને આગળ લઈ જવામાં મદદ કરી રહી છે. આ કંપની એગ્રીકલ્ચર મશીનરી, ઓટોમોટિવ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં સક્રિય છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, 2021માં કંપનીનું ટર્નઓવર 7014 કરોડ રૂપિયા હતું.

તાજેતરમાં જ એક બિઝનેસ ન્યૂઝ ચેનલ પર નવ્યાએ બિઝનેસ વુમન તરીકે ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે બધાને સમજાયું કે તે માત્ર નામ પૂરતી નહીં પણ ખરેખર પિતાના બિઝનેસમાં ઈન્વોલ્વ છે અને આ માટે તે દેશભરમાં ફરે છે.

નવ્યાએ તેનાં બિઝનેસની વાત કરતા કહ્યું કે તેના ઘરની મહિલાઓ બિઝનેસ વુમન છે. તેથી, મારી અંદર જે કંઈ છે તે તેમનાં કારણે છે. હું દિલ્હીમાં મારા દાદા અને પિતા સાથે વધુ રહી છું અને તેમની સાથે જ મોટી થઈ છું. નાનપણથી શેરબજાર અને ટ્રેક્ટરની વાતો સાંભળતી આવી છું. નવ્યા દેશના દરેક ખૂણે પ્રવાસ કર્યો અને માર્કેટિંગ માટે મહત્વપૂર્ણ બાબતો શીખવામાં સફળ રહી, તેમ જણાવે છે. નવ્યાએ કહ્યું કોઈપણ બાબતમાં કોમ્યુનિકેશન શિફ્ટ કરવું અથવા ડિજિટલ સાથે વાત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. ભલે તે ટ્રેક્ટર ખરીદવા જેવી નાની વાત હોય. કારણ કે હવે લોકો ટ્રેક્ટર જોવા માટે શોરૂમ અને ડીલરશીપ પર જવા માંગતા નથી, તેઓ ઘરે બેસીને તેમની અનુકૂળતા મુજબ વસ્તુઓ ખરીદવા માંગે છે.

પોતાનો પંજબાનો અનુભવ જણાવતા તેણે કહ્યું કે ત્યાંના ખેડૂતો અને ડીલરોને મળી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે જે ખેડૂતોને તે મળી તે બધા ટેક સેવી હતા અને તેમના ફોલોઅર્સ હજારોમાં હતા. આ સાથે અહીં ટ્રેક્ટર ઈન્ફ્લુઅન્સર પણ છે. જોકે આ લોકોને પણ એ વાતની નવાઈ લાગે છે કે એક 26 વર્ષની છોકરી ટ્રેક્ટરનો વેપાર કરે છે. આ લોકોને એ પણ નથી ખબર કે તે બચ્ચન પરિવાર સાથે નાતો ધરાવે છે. નાવ્યા પણ ઈચ્છે છે કે તે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button