કિયારા અડવાણીએ પતિની ફિલ્મ પરમસુંદરી જોઈ, જાણો જ્હાનવી અને સિદ્ધાર્થ વિશે શું કહ્યું

તાજેતરમાં જ માતા-પિતા બનેલા કિયારા અને સિદ્ધાર્થની ફિલ્મો રિલિઝ થઈ. કિયારાની વૉર-2 અને હવે સિદ્ધાર્થની પરમસુંદર થિયેટરોમાં રિલિઝ થઈ છે. રીતિક અને જૂનિયર એનટીઆર સાથે કિયારાની ફિલ્મ વૉર-2એ સારો બિઝનેસ કર્યો ત્યારે 29મીએ સિદ્ધાર્થની પરમસુંદરી રિલિઝ થઈ અને ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પરમસુંદરી તુષાર જલોટાએ ડિરેક્ટ કરી છે અને ક્રૉસ કલ્ચર લવસ્ટોરી લોકોને ગમી રહી છે.
આ ફિલ્મ કિયારાએ જોઈ છે અને પતિ સિદ્ધાર્થ અને જ્હાનવી કપૂરની પેટ ભરીને પ્રશંસા કરી છે.
કિયારાએ ઈન્સ્ટાસ્ટોરી પોસ્ટ કરી છે અને સિદ્ધાર્થની ક્યૂટનેસ, કોમિક ટાઈમિંગ્સના વખાણ કર્યા છે, તો જ્હાનવીએ બધાને સરપ્રાઈઝ આપી છે અને કિયારાએ તેની સુંદરતાનાં પણ ખૂબ વખાણ કર્યા છે.
ફિલ્મની વાત કરીએ તો સિદ્ધાર્થે દિલ્હીના શ્રીમંત છોકરા પરમ અને જ્હાનવીએ કેરળની છોકરી સુંદરીનો રોલ કર્યો છે. ફિલ્મનું ફર્સ્ટ ડેનું કલેક્શન સાડા સાત કરોડ આસપાસ થયુ હતું. શનિ અને રવિ દરમિયાન ફિલ્મ સારી કમાણી કરશે તેવી સંભાવના છે.
જોકે કિયારાને ભલે સિદ્ધાર્થની એક્ટિંગ ગમી હોય પરંતુ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ સિદ્ધાર્થની ટીકા કરી રહ્યા છે. ચોકલેટી બૉય તરીકે સિદ્ધાર્થ માત્ર હેન્ડમ લાગે છે, પરંતુ તેની એક્ટિંગ ખાસ કોઈ રંગ લાવી નથી, તેની કમ્પેરિઝનમાં જ્હાનવીએ ઘણી સારી એક્ટિંગ કરી છે અને પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે, તેવી કમેન્ટ્સ ઘણા ક્રિટિક્સે કરી છે.
આપણ વાંચો: Happy Birthday: પહેલી ફીમાં 11,000ના શુકન થયા અને હવે કરોડોમાં રમે છે આ કલાકાર