જ્યારે Aamir Khan સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે કિરણ રાવના પરિવારને બીક લાગી હતી…

મુંબઇ: ફિલ્મ અભિનેતા આમિર ખાન (Aamir Khan)સાથે વર્ષ 2021માં અલગ થનારા તેમના પત્ની કિરણ રાવે આમિર સાથેના લગ્ન અને વ્યક્તિગત વિકાસ અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી છે. આ દરમિયાન તેણે આમિર ખાન સાથેના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. કિરણ રાવ અને આમિર ખાન 2021 માં અલગ થઈ ગયા હતા. જોકે,અલગ થયા હોવા છતાં કિરણ રાવ અને આમિર ખાન વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મજબૂત બંધન ધરાવે છે.
Also read : Aamir Khanના એક નિર્ણયને કારણે રડી પડી હતી Kiran Rao, અને કહ્યું કે તું આવું…
પરિવાર માટે મોટો આઘાત હતો
કિરણ રાવે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે કેવી રીતે દક્ષિણ ભારતીય મધ્યમ વર્ગના પરિવારની એક છોકરી દેશના સૌથી મોટા સ્ટારની પત્ની બની. જ્યારે કિરણને પૂછવામાં આવ્યું કે આમિર ખાન સાથે લગ્ન કરવાના તેના નિર્ણય પર તેના પરિવારની પ્રતિક્રિયા શું હતી. ત્યારે કિરણ રાવે કહ્યું – આ પરિવારને બીક લાગી હતી. પરિવાર વિચારમાં પડી ગયો. બધા જાણતા હતા કે હું એક એવી છોકરી છું જે ઘણું બધું કરવા માંગતી હતી. તેને ડર હતો કે આમિર સાથેના મારા લગ્ન પછી મારું વ્યક્તિત્વ અને છબી ઢંકાઈ જશે.
આમિરનું વ્યક્તિત્વ એકદમ અલગ હતું
કિરણ રાવે વધુમાં જણાવ્યું કે, આમિરનું વ્યક્તિત્વ એકદમ અલગ હતું. આમિરે ક્યારેય મારી પર પોતાની અપેક્ષાઓ લાદી નહીં. તે હંમેશા મારા સાથે ખુશ રહેતો અને મને ટેકો આપતો. આમિર વિશે સૌથી ખાસ વાત એ છે કે તેણે ક્યારેય મારાથી એવી વ્યક્તિ બનવાની અપેક્ષા નહોતી રાખી જે હું નહોતી અથવા જે નથી. આ સાથે કિરણ રાવે આમિર ખાનના પરિવારની પણ પ્રશંસા કરી. તેમણે ઉમેર્યું કે એકવાર તમે પરિવારને જાણો છો પછી બંધન મજબૂત રહે છે કારણ કે તેઓ વ્યક્તિઓને તેમની ભૂમિકાઓ કરતાં તમને જેવા છે તેવા સ્વીકારે છે.
Also read : Amir Khanએ Kiran Raoને પૂછ્યું કે એક પતિ તરીકે મારામાં શું ખામી છે ને…
આમિરે વર્ષ 2005 માં કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા
ઉલ્લેખનીય છે કે, આમિર ખાને પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરતા પહેલા જ લગ્ન કરી લીધા હતા. અભિનેતાએ પહેલા લગ્ન 1986 માં રીના દત્તા સાથે કર્યા હતા. જેમની સાથે તેઓ વર્ષ 2002 માં અલગ થઈ ગયા હતા. રીના દત્તાથી છૂટાછેડા લીધાના ત્રણ વર્ષ પછી આમિરે વર્ષ 2005 માં કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ તેઓએ 2021 માં અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.