અનંત અંબાણીના લગ્ન અંગે હવે કિમ કાર્દશિયને કરી ચોંકાવનારી વાતો, જાણો શું કહ્યું?

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા. તેમના લગ્ન થયાને ખાસ્સો સમય વીતી ગયો છે, તે છતાં લગ્ન પ્રસંગની નાની-નાની વાતોની હજી ચર્ચાઓ ચાલે છે. અનંત અંબાણીએ જુલાઈ ૨૦૨૪માં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા, જેમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. કિમ કાર્દશિયન પણ અનંત-રાધિકાના લગ્નમાં તેની બહેન ખ્લો કાર્દશિયન સાથે હાજર રહી હતી. કાર્દશિયન સિસ્ટરે આ લગ્ન અંગે ઘણી બધી ચોંકાવનારી વાતો કરી હતી.
હવે કિમ કાર્દશિયન અને ખ્લો કાર્દશિયને તેમના શો ‘ધ કાર્દશિયન્સ’ના લેટેસ્ટ એપિસોડમાં આ બિગ ફેટ વેડિંગ વિશે વાત કરી અને ઘણા ખુલાસા કર્યા. રિયાલિટી શોમાં કાર્દશિયન બહેનોએ જણાવ્યું હતું કે તેઓ અંબાણી પરિવારને ઓળખતા નહોતા, પરંતુ તેમની મહેમાનગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં, લગ્નની ભવ્યતા જોઈને તેઓ દંગ રહી ગયા હતા.
આ પણ વાંચો: Anant & Radhikaના લગ્નમાં Kim Kardishian છવાઈ ગઈ, ભારત માટે લખી આ વાત…
કાર્દશિયન બહેનોએ ખુલાસો કર્યો કે લગ્નસ્થળને ‘લાખો ફૂલો’થી શણગારવામાં આવ્યું હતું અને બધું જ હીરાથી જડેલું હતું. કાર્દશિયને કહ્યું હતું કે લગ્નમાં પૂજા માટે આવેલી ગાયમાતાના પગમાં પણ હીરા જડેલા હતા અને તે આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

ધ કાર્દશિયન્સ સીઝન ૬ ના લેટેસ્ટ એપિસોડમાં ખ્લો કાર્દશિયન કહે છે – ‘સમગ્ર એરેના ખૂબ જ ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો.’ કિમ અને ખ્લોએ લગ્ન સ્થળની સરખામણી ડીઝનીલેન્ડના ‘ઇટ્સ એ સ્મોલ વર્લ્ડ’ સાથે કરી હતી અને કહ્યું હતું કે ‘ત્યાંનો નજારો એવો હતો જાણે કે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોઈએ.’ આ પછી તેમણે દુલ્હન રાધિકા મર્ચન્ટની બ્રાઈડલ એન્ટ્રી વિશે પણ વાત કરી અને કહ્યું કે રાધિકા મોર આકારની હોડીમાં સવાર થઈને આવી હતી અને આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ હોડીમાં પણ હીરા જડેલા હતા.
આ પણ વાંચો: પ્રિન્સેસ ડાયનાનો ક્રોસ નેકલેસ પહેરીને કિમ કાર્દશિયન છવાઈ ગઈ…
કિમે પણ તેમાં પોતાની વાત ઉમેરતા કહ્યું, કે ત્યાંની દરેક વસ્તુ સાચા સોનાથી મઢેલી હતી. બધું હીરાથી જડેલું હતું. એટલે સુધી કે ગાયોના પગ પણ હીરાથી જડેલા હતા. અંબાણી પરિવારમાં લગ્ન દરમિયાન ગાયની પૂજા કરવામાં આવી હતી. ખ્લોએ કહ્યું કે આ લગ્ન દરેક રીતે અદ્ભુત હતા. આ લગ્નની ઉજવણીની સાથે અંબાણી પરિવાર અનેક સેવાકીય કાર્યો પણ કરી રહ્યો હતો. આ દરમિયાન કિમે કહ્યું હતું કે તે અંબાણી પરિવારને ઓળખતી નહોતી.
તેણે જણાવ્યું કે લોરેન શ્વાર્ટ્ઝ અમારા સારા મિત્રોમાંની એક છે, તે ઝવેરી છે. તે અંબાણી પરિવાર માટે જ્વેલરી બનાવે છે. તેણે મને કહ્યું કે તે તેના લગ્નમાં જઈ રહી છે અને તેઓ મને પણ આમંત્રણ આપવા માંગે છે. અમે માત્ર મોજ ખાતર લગ્નમાં હાજરી આપવાનું નક્કી કર્યું હતું અને હા પાડી. અમને મળેલા લગ્નના આમંત્રણ કાર્ડનું વજન લગભગ ૪૦-૫૦ પાઉન્ડ હતું અને તેમાં સંગીત વાગતું હતું, જ્યારે અમે આમંત્રણ પત્રિકા જોઈ, ત્યારે અમને લાગ્યું કે આવા ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો કેમ છોડાય.