કિયારા અડવાણીને રિજેક્શનનો સામનો કરવો પડ્યો પણ નસીબ એવું પલટાયું કે, રાજ કરે છે

અભિનેત્રી કિયારા અડવાણી ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રી છે. આજે તેને કોઈ પરિચયની જરૂર નથી. જોકે, કિયારાને ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. વર્ષોના સંઘર્ષ પછી કિયારાને ઓળખ મળી, એમ મીડિયા સાથેની વાતચીતમાં કિયારાએ તેની સફર વિશે જણાવ્યું હતું.
કિયારાએ જણાવ્યું કે તેને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. તેને લાગવા લાગ્યું કે તેને ઇન્ડસ્ટ્રીમાં એક મોટી તક મળશે કે નહીં. પણ પછી તેનું નસીબ ચમક્યું. ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ તેના ખોળામાં આવી ગઈ અને આ ફિલ્મે તેની કારકિર્દી પાટે ચઢાવી દીધી હતી.
આ પણ વાંચો: વોર 2માં કિયારા અડવાણી રિતિક રોશનને મારી નાખશે? કર્નલ લુથરા સાથે શું છે ક્નેક્શન…
અહેવાલો અનુસાર કિયારા અડવાણીની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે તે તેની દરેક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે. તે એક જાહેરાત માટે 1.5 કરોડ રૂપિયા લે છે. કિયારાને કારનો ખૂબ શોખ છે. તેની પાસે BMW X5, Audi A8L, BMW 530d અને Mercedes Benz E ક્લાસ છે.
કિયારા આ ફિલ્મોમાં જોવા મળી હતી
કિયારાએ 2014 માં ફિલ્મ ફગલી સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. 2 વર્ષ પછી, તે ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ’ સ્ટોરીમાં જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મે સારી કમાણી કરી હતી. કિયારા 2018માં ‘લસ્ટ સ્ટોરી’માં જોવા મળી હતી. ‘લસ્ટ સ્ટોરી’માં કિયારાનો રોલ ઘણો બોલ્ડ હતો અને તેને પસંદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કિયારા અડવાણી માટે સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડે મોકલાવી ખાસ ગિફ્ટ્સ અને પછી જે…
તમને જણાવી દઈએ કે કિયારાએ ‘મશીન’, ‘કબીર સિંહ’, ‘ગુડ ન્યૂઝ’, ‘ઈન્દુ કી જવાની’, ‘ભૂલ ભુલૈયા 2’, ‘જુગ જુગ જિયો’, ‘સત્યપ્રેમ કી કથા’, ‘ગેમ ચેન્જર’ અને ‘શેરશાહ’ જેવી ફિલ્મો કરી છે. ‘કબીર સિંહ’, ‘ગુડ ન્યૂઝ’, ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘શેરશાહ’ સફળ રહી હતી. હવે કિયારા ‘વોર 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક્શન અવતારમાં જોવા મળશે.