મનોરંજન

હવે કિયારા અડવાણી સાઉથની ફિલ્મમાં ધૂમ મચાવશે, કોની સાથે જોડી જમાવશે?

મુંબઈઃ એક સમય હતો જ્યારે દક્ષિણની અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં કામ કરતી નજર આવતી હતી. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. બોલીવુડની હિરોઈનો હવે સાઉથના સુપરસ્ટાર્સની સાથે પડદા પર રંગ જમાવતી જોવા મળે છે. હાલમાં જ જાહ્નવી કપૂર અને આલિયા ભટ્ટે સાઉથમાં પણ ૨ મોટી હિટ ફિલ્મો આપીને પોતાનો પાવર બતાવ્યો છે.

આ પણ વાંચો: બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ

આલિયા અને જાહ્નવી બાદ હવે બોલિવૂડની વધુ એક હિરોઈન સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે પડદા પર કેમેસ્ટ્રી બતાવતી જોવા મળશે. તેનું નામ કિયારા અડવાણી છે. કિયારા અને રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની રિલીઝ ડેટ રવિવારે મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ વાતની જાણકારી ખુદ રામ ચરણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગેમ ચેન્જરનું પોસ્ટર શેર કરતી વખતે રામ ચરણે લખ્યું, ‘તમારા બધાને દશેરાની શુભકામનાઓ. ૧૦મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં મળીશું.’

શું રિલીઝ તારીખમાં વિલંબ છે?
ફિલ્મ નિર્માતા એસ શંકર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧માં શરૂ થયું હતું. જોકે, વિવિધ કારણોસર આ પ્રોજેક્ટને અટકાવવો પડ્યો હતો. હવે લાંબી રાહ જોયા બાદ આખરે ‘ગેમ ચેન્જર’ને તેની રિલીઝ ડેટ મળી ગઈ છે. અગાઉ એવા અહેવાલ હતા કે રામ ચરણની આ ફિલ્મ ૨૦૨૫ સુધી સ્થગિત કરવામાં આવી છે. પરંતુ હવે તેની તારીખ બહાર આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: હવે કિયારા અડવાણી આ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ભાગ લેશે

આ ફિલ્મની સ્ટાર કાસ્ટ હશે
દિગ્દર્શક શંકરની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ એક પોલિટિકલ થ્રિલર છે, જેને કાર્તિક સુબ્બારાજે લખી છે. ફિલ્મમાં રામ ચરણ, કિયારા અડવાણી, અંજલિ, એસજે સૂર્યા, શ્રીકાંત, જયરામ અને નવીન ચંદ્રા મુખ્ય ભૂમિકામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ચરણ એક આઈએએસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ દ્વારા નિર્મિત, ‘ગેમ ચેન્જર’માં થમન દ્વારા સંગીત, થિરુ દ્વારા સિનેમેટોગ્રાફી અને શમીર મુહમ્મદ દ્વારા સંપાદન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button