મનોરંજનસ્પોર્ટસ

કોણ છે ખુશી મુખર્જી? જેણે સૂર્યકુમાર યાદવ વિશે કર્યો મોટો ખુલાસો, જાણી લો તેનો વિવાદાસ્પદ ઈતિહાસ…

સોશિયલ મીડિયા પર પોતાના અતરંગી ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી ખુશી મુખર્જીના હાલમાં તેની એક ટિપ્પણીને કારણે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ ખુશી મુખર્જીએ એવો દાવો કર્યો છે કે ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતા હતા. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો કે અનેક ક્રિકેટરો તેના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. આ નિવેદન બાદ ક્રિકેટ અને ગ્લેમર વર્લ્ડમાં ખળભળાટ મચી ગયો છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુશીએ દાવો કર્યો હતો કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતા હતા. તેણે એમ પણ કહ્યું કે તે કોઈ પણ ક્રિકેટર સાથે પોતાનું નામ જોડવા માંગતી નથી અને તે ‘લિંક-અપ કલ્ચર’ થી દૂર રહેવા માંગે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સૂર્યકુમાર યાદવ પોતાની પ્રોફેશનલ લાઇફમાં ટોચ પર છે અને તેમની છબી ખૂબ જ ક્લીન છે.

આપણ વાચો: કોણ છે ખુશી મુખર્જી? વાયરલ વીડિયોથી કમાયા ₹ 10 કરોડ, જાણો તેની કુલ સંપત્તિ

ખુશી મુખર્જીનો જન્મ 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં થયો હતો. બંગાળી પરિવારમાં જન્મેલી ખુશીએ નાની ઉંમરથી જ અભિનય ક્ષેત્રે કરિયર બનાવવાનું સપનું જોયું હતું. આ જુસ્સો તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી ખેંચી ગયો. વર્ષ 2013માં તમિલ ફિલ્મથી તેણે ડેબ્યૂ કર્યું અને ત્યારબાદ તેલુગુ સિનેમામાં પણ કામ કરીને પોતાની ઓળખ ઊભી કરી.

દક્ષિણ ભારતની ફિલ્મોમાં અનુભવ મેળવ્યા બાદ ખુશીએ હિન્દી ઇન્ડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું. તેણે એમટીવીના લોકપ્રિય રિયાલિટી શો દ્વારા યુવા દર્શકોના દિલ જીતી લીધા. માઈથોલોજિકલ સીરિયલ્સથી લઈને ફેન્ટસી અને ફેમિલી ડ્રામા સુધી, તેણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે. જોકે, તેને સૌથી વધુ ચર્ચા ત્યારે મળી જ્યારે તેણે ઓટીટી પ્લેટફોર્મ પર બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરવાનું શરૂ કર્યું.

આપણ વાચો: 45 વર્ષે લગ્ન વગર માતા બનવા માંગે છે બી-ટાઉનની આ એક્ટ્રેસ, કહી દીધી આ વાત…

ખુશી મુખર્જીનું નામ તેના બોલ્ડ ડ્રેસિંગ અને બેબાક નિવેદનોને કારણે ઘણી વખત વિવાદોમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેને ઘણી વખત ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. આમ છતાં, તે હંમેશા નિખાલસતાથી પોતાની વાત રજૂ કરવામાં માને છે.

જોકે, હાલમાં સૂર્યકુમાર યાદવ કે અન્ય કોઈ ક્રિકેટર દ્વારા આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ ખુશીના આ નિવેદને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે નવી ચર્ચા છેડી દીધી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button