બ્રહ્મોસનો પ્રહાર, પાકિસ્તાન લાચાર: દિશા પટણીની બહેને ‘નાપાક’ની ખોલી પોલ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી ટક્કર અને ઓપરેશન સિંદૂર પછી ગઈકાલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. એના અંગે હવે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ખુશ્બુ પટણીએ પણ આ વિશે વાત કરી. તેણે કહ્યું કે સરકારનો આભાર માનવાની સાથે સાથે ભારતીય સૈનિકોને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આ સાથે તેણે પાકિસ્તાનની નફ્ફટાઈનો પર્દાફાશ કરતા મહત્વની વાત કહી હતી.
શ્બુએ એક ઇન્સ્ટા વીડિયો શેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. ખુશ્બુએ લખ્યું હતું જય હિન્દ! તમે કદાચ તે સમાચાર સાંભળ્યા હશે બ્રહ્મોસ અને યુદ્ધવિરામ. પણ તેની બહુ ચર્ચા થઈ નથી. આપણે બધા તેના વિશે ફક્ત અનુમાન લગાવી શકીએ છીએ. પણ શું જબરી રમત રમ્યા છે?! ખરેખર પ્રશંસનીય છે. ઓપરેશન સિંદૂર પછી ઘણા પાકિસ્તાની નાગરિકો કહી રહ્યા હતા કે ઓપરેશન સુહાગરાત થશે, પરંતુ હવે એવું લાગે છે કે ભારતે તેની સુહાગરાત ઉજવી લીધી છે. અને આ લગ્નની રાત્રે મોકલાતું દૂધ અને હળદર બ્રહ્મોસ રુપે મોકલ્યું હતું.
જોકે, આ મુદ્દે તો યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે જો તમારે બ્રહ્મોસનો ટેસ્ટ કરવો હોય તો પાકિસ્તાનને પૂછો. મારી ધારણા છે કે ભારતે બ્રહ્મોસ લોન્ચ કર્યું હોય તેવો આ પહેલો પ્રસંગ છે. મને આશા છે કે પાકિસ્તાનને આ દૂધ અને હળદર ગમશે. ઉપરાંત આ મધર્સ ડેના યુપીમાં બ્રહ્મોસ લોન્ચ પણ કરવામાં આવ્યું છે. ભારત સરકારની નીતિ અને નિર્ણયો પર ખૂબ શંકા કરવામાં આવી રહી છે, જ ન થવું જોઈએ. જ્યારે આપણે શાંતિની વાત કરતા હતા ત્યારે પ્રજાને યુદ્ધ જોઈતું હતું. જ્યારે આપણે યુદ્ધ વિશે વાત કરીએ છીએ ત્યારે કહેવાય છે કે શાંતિ હોવી જોઈએ. આપણે ડબલ સ્ટાન્ડર્ડ રાખવા જોઈએ નહીં.
તેણે આગળ કહ્યું કે, આટલો જલ્દી યુદ્ધવિરામ થઇ ગયો, તો તમને શું લાગે છે કે તેમણે ભીખ માંગી હશે? 5 દિવસ ચાલેલા યુદ્ધ દ્વારા ભારતે પોતાની શાણપણ બતાવી કે તે શું કરી શકે છે. ખુશ્બુએ કહ્યું કે આ યુદ્ધવિરામમાં અમેરિકાનો પ્રોપગન્ડા હોઈ શકે છે. પાકિસ્તાન એટલી હદે તણાવમાં આવી ગયું કે અમેરિકા વિના તેઓ કંઈ નહીં કરે. એટલે જ ચુપચાપ ઉલ્લંઘન પણ કરી નાખ્યું. પરંતુ આ પછી જ અહીંથી 5 બ્રહ્મોસ મિસાઇલ છોડવામાં આવી. પછી અચાનક તેઓ શાંત થઈ ગયા. હવે સાંજે ખબર પડશે કે તેમને જીવતા રહેવાનું મન છે કે નહીં, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું કે હવેથી તેને યુદ્ધ તરીકે ગણવામાં આવશે. તો તમે લોકો પણ શાંત રહો. અને કોઈ એજન્ડા ફેલાવશો નહીં.
તમને જણાવી દઈએ કે ખુશ્બુ પટણી બોલીવુડ અભિનેત્રી દિશા પટણીની બહેન છે. તેણે 12 વર્ષ સેનામાં સેવા આપી છે. નિવૃત્તિ પછી ખુશ્બુ દરેકને ફિટ રહેવા અને પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે ટિપ્સ આપતી રહે છે.
આપણ વાંચો : ‘બિકિની ક્વીન’ની બહેને એવો ડાન્સ કર્યો કે લોકો દંગ રહી ગયા