મનોરંજન

ખોસલા કા ઘોસલા 2’નું શૂટિંગ શરૂ: અનુપમ ખેરની 550મી ફિલ્મમાં કોણ જોવા મળશે, જુઓ વીડિયો

મુંબઈ: બોલીવુડની ક્લાસિક કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સિક્વલની ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, અને હવે આ આતુરતાનો અંત આવ્યો છે. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સત્તાવાર રીતે ‘ખોસલા કા ઘોસલા 2’ના શૂટિંગના શ્રીગણેશ કરી દીધા છે. આ ફિલ્મ માત્ર દર્શકો માટે જ નહીં, પરંતુ અનુપમ ખેર માટે પણ ખૂબ ખાસ છે, કારણ કે તેની શાનદાર કરિયરની આ 550મી ફિલ્મ છે.

આ પ્રોજેક્ટની જાહેરાત સાથે જ સોશિયલ મીડિયા પર હિલચાલ વધી છે. ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક મહત્ત્વની અપડેટ મળી છે. અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કરીને જાહેરાત કરી છે કે બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા અને સાંસદ રવિ કિશન આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આપણ વાચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને અનુપમ ખેરે ભાવુક થઈ આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો

રવિ કિશનના વખાણ કરતા ખેરે તેને એક ‘શાનદાર અભિનેતા’ અને ‘ઉમદા કલાકાર’ ગણાવ્યો છે. રવિ ખૂબ જ વિનમ્ર અને મહેનતુ વ્યક્તિ છે અને તેની સાથે ફરીથી સ્ક્રીન શેર કરવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

પોતાની 550મી ફિલ્મના શૂટિંગના પ્રથમ દિવસે અનુપમ ખેર ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેણે 1981ના તે દિવસો યાદ કર્યા, જ્યારે તેઓ મોટા સપના લઈ મુંબઈ આવ્યા હતા. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના એક કિસ્સાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરે તેને ‘ભારતીય સિનેમાના મેરેથોન મેન’ કહ્યા હતા. આટલા લાંબા અને સફળ પ્રવાસ બાદ આજે પણ નવા પ્રોજેક્ટને લઈને તેનો ઉત્સાહ કોઈ ડેબ્યૂ કલાકાર જેવો જ જોવા મળે છે.

અહેવાલો અનુસાર ડિરેક્ટર ઉમેશ બિષ્ટ આ ફિલ્મને આધુનિક રૂપ આપી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને નવેમ્બર 2025ના અંતથી શૂટિંગનું કામ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મ 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે. પહેલા ભાગની જેમ જ આ સિક્વલ પણ ભરપૂર કોમેડી અને સામાજિક વ્યંગથી સજ્જ હશે. હાલમાં અન્ય કલાકારોની પસંદગીની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button