Filmy news: સલાર અને ડંકીની ઝાકમઝોળ છતાં OTT પર ચમકી રહી છે આ ફિલ્મ
અમદાવાદઃ આ વર્ષના અંતમાં બે બાહુબલીની ફિલ્મોની ટક્કર રૂપેરી પડદે થઈ અને બન્ને પોતપોતાની રીતે આગળ વધી રહી છે અને નિર્માતાઓના ખિસ્સા છલકાવી રહી છે. આ ફિલ્મોનું મેકિંગ પણ કરોડોનું છે અને તેમાં સુપરસ્ટાર સાથે જાણીતા ચહેરા છે અને તેમનું જોરશોરથી માર્કેટિંગ કરવામાં આવ્યું છે તેમ જ બન્ને થિયેટરોમાં રીલિઝ થઈ છે. પ્રભાસ (Prabhas)ની ફિલ્મ સલાર (Salaar) અને શાહરૂખ ખાનની (Shahrukh Khan) ડંકી (Dunki)એ કરોડોની કમામી કરી છે અને હજુ થિયેટરોમાં લાઈન લાગી છે. સલાર કમાણીના બધા રેકોર્ડ તોડી નાખશે તેમ લાગે છે.
જોકે આ બન્ને ફિલ્મો બાદ 26મી ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર એક ફિલ્મ રીલિઝ થઈ હતી. ખો ગયે હમ કહાં (Kho gaye hum kahan)જેમાં સિદ્ધાર્થ ચતુર્વેદી, અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ મુખ્ય ભૂમિકામાં છે. ફરહાન અખ્તર કેમ્પની જ આ ફિલ્મ છે જે અર્જુન વિરેન સિંહે ડિરેક્ટ કરી છે. ઝોયા અખ્તર, રીમા કાગતી અને અર્જનની લખેલી આ ફિલ્મ દિલ ચાહતા હૈની યાદ અપાવી દે છે.
ફિલ્મ ત્રણ મિત્રોની આસપાસ ફરે છે, પણ તેમા આજની લાઈફ, સોશિયલ મીડિયાની ઈન્ફ્લુઅન્સ, રિલેશનશિપને અલગ રીતે જોવાની તેમની માનસિકતા વગેરે ખૂબ જ સરસ રીતે બતાવવામા આવ્યું છે.
આજનો યુવાવર્ગ મોબાઈલની સ્ક્રીન પર એટલો ખોવાઈ ગયો છે કે રિયલ લાઈફ એન્જોય કરવાનું ભૂલી ગયો છે તેવા સારા મેસેજ સાથેની આ ફિલ્મ યુવાનોને બહુ ગમી રહી છે અને તેના સારા વ્યુઝ મળી રહ્યા છે. ત્રણેય કલાકારોએ સારો અભિનય કર્યો છે અને ફિલ્મની વાર્તા સારી રીતે દર્શકો સામે મૂકવામાં આવી છે. યુવાનોને તો ગમશે જ પણ જેમના સંતાનો યુવાન કે ટીનએજ્ડ છે તેમણે પણ આ ફિલ્મ જોવા જેવી છે. આ ફિલ્મ બે તોતિંગ ફિલ્મો વચ્ચે લોકોને ગમી રહી છે તે જ તેની સફળતા કહી શકાય.