હું Aishwarya Raiને લગ્ન કરવાનું વચન ના આપું તો.. જાણીતા સ્ટારે કર્યો ચોંકાવનારો દાવો

હેડિંગ વાંચીને જો તમે આ વાતને બચ્ચન પરિવાર સાથે જોડી રહ્યા હોવ તો એવું નથી. આ આખો મામલો અલગ છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાક સમયથી કોઈકને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને હાલમાં તો અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સ તેમ જ અફેયરની ચર્ચાને લઈને દરરોજ જાત જાતની અફવાઓ ઉડતી હોય છે. હવે ફરી એક વખત ઐશ્વર્યા રાય ચર્ચામાં આવી છે. ભોજપૂરીના જાણીતા સુપરસ્ટારે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
Also read: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?
આવો જોઈએ શું કહ્યું- વાત જાણે એમ છે કે ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવની ફિલ્મો જેટલી ચર્ચામાં રહે છે એટલા જ તેઓ વિવાદમાં રહે છે. ખેસારીલાલ પરિણીત છે અને તેમ છતાં તેમનું નામ અનેક બીજી એક્ટ્રેસ સાથે જોડાતું રહે છે. એક્ટરને એક દીકરો પણ છે અને હવે એક્ટરની કો-એક્ટ્રેસ કાજલ રાઘવાનીએ આક્ષેપ કર્યો છે કે ખેસારીએ તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
Also read: ખરાબ રિવ્યુએ ડુબાડી કંગુવાની નૌકા, ફિલ્મને અપેક્ષાથી અડધું ઓપનિંગ મળ્યું
હવે આ મુદ્દે ખેસારી લાલે આ મુદ્દે નિવેદન આપતી વખતે ઐશ્વર્યા રાય-બચ્ચન અને કેટરિના કૈફનો ઉલ્લેખ કર્યો હતો. ખેસારીએ જણાવ્યું હતું કે જેની વાતમાં કોઈ દમ નથી એના વિશે વાત કરીને મને સમય નથી વેડફવો. ખેસારીએ જણાવ્યું હતું કે હું એવા પરિવેશમાંથી આવું છું કે જ્યાં હું ઐશ્વર્યા રાય કે કેટરિના કૈફને પણ લગ્નનું વચન ના આપું તો આ કયા ખેતની મૂલી છે? હું દીપિકા પાદુકોણને પણ ના કહું કે હું તારી લગ્ન કરીશ.
Also read: Diljit Dosanjh ની હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો
હું લૂચ્ચો નથી કે મારું અપમાન કરાવી લઉં. કાજલ વિશે વાત કરતાં ખેસારીએ જણાવ્યું હતું કે તે ખુદ જ્યાં ગઈ છે ત્યાં ગઈ છે, પોતાનું અપમાન તેણે ખુદ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2006માં ખેસારીએ ચંદા દેવી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને એક દીકરો અને દીકરી છે.