ખંડાલા ગર્લ આ કોના ઘરે પહોંચી ગઈ કે તસવીરો જોઈ ફેન્સ ખુશ થઈ ગયા
બોલીવૂડમાં અમુક જોડીઓ છે જે ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળી હોય પણ તેમની ફિલ્મો કે ગીતો ઘણા ફેમસ થયા હોય અને લોકો તેમને સાથે જોવાનું પસંદ કરતા હોય. આવી જ એક જોડી આમિર ખાન અને રાની મુખરજીની છે. બન્નેએ ગુલામ, મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ અને તલાશ જેવી ફિલ્મો સાથે આપી છે. ગુલામ ફિલ્મનું આતી ક્યા ખંડાલા ગીત હજુ પણ લોકોના મોઢે રમતું હોય છે.
જોકે બન્ને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી, પણ હાલમાં અમુક તસવીરો વાયરલ થઈ છે, જેમાં બન્ને સ્ટાર દેખાય છે. વાત જાણે એમ છે કે રાની આમિરના ઘરે પહોંચી હતી અને તે સમયે આમિરની દીકરી આયરા અને જમાઈ નૂપુર પણ હાજર હતા. તેમણે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમની તસવીરો ફેન્સને પણ ખૂબ ગમી છે.
આ પણ વાંચો; હીરામંડીની ‘મલ્લિકાજાન’નું સંતુલન બગડ્યું, ગઇ વિદેશ
આયરાએ આ મુલાકાતની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં દરેક ખુશખુશાલ મૂડમાં જોવા મળે છે. રાની બ્રાઉન આઉટફિટ સાથે મોટા ગોગલ્સ પહેરેલી જોવા મળે છે. જ્યાં આમિર વાદળી પેન્ટ સાથે કુર્તા પહેરેલો જોવા મળે છે અને આયરા મેક્સી ડ્રેસમાં અને નૂપુર પેસ્ટલ કલરના શર્ટમાં જોવા મળે છે. આ તસવીર શેર કરતી વખતે આયરાએ લખ્યું- ઘણા સમય પછી. એક તસવીરમાં આયરા રાની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
આમિર સાથે પહેલી ફિલ્મ ગુલામ રાનીએ કરી હતી. આ ફિલ્મ અંગે એક વાત રાનીએ શેર કરી હતી કે આમિરને તેનો અવાજ ન ગમતા વોઈસ મોડ્યુલેશન કરાવ્યું હતું, પરંતુ પછીથી દર્શકોએ રાનીના અલગ પ્રકારના અવાજના વખાણ કરતા આમિરે તેની માફી પણ માગી હતી. બન્નેની ફિલ્મ તલાશ પણ વખાણવામાં આવી હતી.