ખાન પરિવારમાં લગ્નના ગીતો ગવાશે! ફાઇનલી અભિનેતાએ પરણવાનો લીધો નિર્ણય..
ના, અમે બોલીવુડના મોસ્ટ એલિજીબલ બેચલર સલમાન ખાન નહિ, પરંતુ તેના મોટાભાઇ અરબાઝ ખાનની વાત કરી રહ્યા છીએ. મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા અને જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથેના બ્રેકઅપ બાદ 56 વર્ષના અરબાઝ ખાનને ફરી પ્રેમ મળ્યો છે. અરબાઝ તેની ગર્લફ્રેન્ડ શોરા ખાન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. અરબાઝ ખાને 6 વર્ષ પહેલા અભિનેત્રી મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા.
અરબાઝના લગ્નના સમાચારે ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે તેની દુલ્હન કોણ છે? તમને જણાવી દઈએ કે અરબાઝની પ્રેમિકાનું નામ શૌરા ખાન છે. શૌરા એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તે ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સેલેબ્સ સાથે કામ કરે છે. શૌરા રવિના ટંડન અને તેની પુત્રી રાશાની મેકઅપ આર્ટિસ્ટ પણ છે. પરંતુ હવે તે ખાન પરિવારની વહુ બનવા જઈ રહી છે.
અરબાઝ અને શૌરાની પહેલી મુલાકાત અભિનેતાની આગામી ફિલ્મ પટના શુક્લાના સેટ પર થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજા માટે ખૂબ જ ગંભીર છે. આ યુગલના લગ્ન ઉતાવળમાં થઈ રહ્યા છે. લગ્ન ખૂબ જ ઈન્ટિમેટ રીતે થશે. મતલબ કે અરબાઝ-શૌરાના લગ્ન સમારોહમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.